________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ અને જ્યારે નાગ ડસ્યા ત્યારે તેના પ્રત્યે મનમાં દ્વેષ-રોપ જાગ્યો નહિ, એટલે આચાર્યશ્રીજી લખે છે કે પરસ્પર વિરોધી- ઉભય પરિસ્થિતિ વચ્ચે મંન-કાયાની સમતુલા જાળવનારા એવા ભગવાનને હું નમું છું.
ત્રીજા શ્લોકમાં ભગવાનની ૧૨|| વર્ષની ઘોર સાધના દરમિયાન એક ઘટના બનેલી. એ ઘટનાની વાત આ શ્લોકમાં જણાવી તેને અનુલક્ષીને સાધનાકાળ દરમિયાન ભગવાન ધ્યાનની કેટલી ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા હતા તે જણાવે છે. ભગવાનની ટોચે પહોંચેલી કરુણાની વાત જાહેર કરીને ગ્રન્થકાર ભગવાનનાં નેત્રોને બિરદાવે છે. કેવળજ્ઞાન થતાં પહેલાંની સાધના દરમિયાન સ્વર્ગના સંગમદેવે ભગવાનને ધ્યાનભંગ કરવા ધરતી ઉપર આવીને એક પછી એક ઉપસર્ગો, અસહ્ય ઉપદ્રવોની હારમાળા ખડી કરી દીધી. છેલ્લે ભયંકર કાળચક્ર મૂક્યું. અતુલબલી છતાં ભગવાન ધરતીમાં ખૂંપી ગયા પણ ભગવાન ધ્યાનથી ચલિત થયા નહિ. સાધના-ધ્યાન અખંડ રહ્યાં. સંગમનાં તમામ શો બુઠ્ઠાં બની ગયાં-પરાજિત થઇ ગયાં.
સંગમ અપરાધી હતો, ગુનેગાર હતો. સામાન્ય રીતે અપરાધી ઉપર જલદી કોઇ દયા ન કરે પણ અપરાધ માટે સજા કરે, પણ
આ વાત તો સામાન્ય માનવીઓ માટે હોઇ શકે, પરન્તુ આ તો હતા
કરુણામૂર્તિ ભગવાન ! અપરાધી ઉપર પણ ઉપકાર કરનાર અને ક્ષમા બક્ષનાર મગમાનવ હતા. મહાપુરુષોની મહાનતાની આવા પ્રસંગે જ કસોટી થાય છે. એટલે પોતાને ત્રાસ આપ્યો એની ભગવાન કી ચિંતા
卐纸涡涡嵋涡卐嵋吳嵋嵋涡涡卐涡涡涡涡嵋嵋涡
For Private And Personal Use Only