________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ, રોગ, શોક, સંતાપ વગેરે અનેકવિધ દુઃખોથી ગ્રસ્ત થયેલું જોઈ દયા અને કરુણાથી ઉભરાતું તેમનું હૃદય દ્રવી ગયું. તેમને એમ થયું કે કેવળ માનવજાત માટે જ નહિ પણ સમગ્ર પ્રાણી સૃષ્ટિને માટે, એ પછી મનુષ્ય હોય, પશુ હોય કે શુદ્ર જંતુ રૂપે હોય પણ જો મારામાં કોઈ એવી દિવ્યશક્તિ પ્રાપ્ત થાય તો તેમને સાચી શાંતિને, સાચા સુખને, કલ્યાણનો સાચો રાહ બતાવું. એમનું મંથન ઉગ્ર બન્યું અને ઈષ્ટ્રબળ મેળવવા રાજમહેલનો વૈભવ છોડ્યો. કુટુંબ કબીલો અને દોલત છોડી. સંસારી મટીને સાધુ બન્યા, એ વખતે એમણે સાધુ જીવનની પાંચ ભીષ્મ પ્રતિજ્ઞાઓ લીધી. આજથી લઈને આજીવન સુધી અર્થાત્ જીવનની અંતિમ ક્ષણ સુધી મનસા, વાચા, કર્મણા-મનથી, વચનથી કે કાયાથી કોઈપણ પ્રાણીની હિંસા કરીશ નહિ, કરાવરાવીશ નહિ અને જે કોઈ કરતાં હોય તેને હું ટકો આપીશ નહિ, એ જ રીતે જુઠું, ચોરી, સેવન કે પરિગ્રહનું સેવન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. અને તે જ વખતે ચોથું મન:પર્યવ જ્ઞાન ઉપર્યું. દુનિયાના મનુષ્યોના, પશુના સર્વના મનના વિચાર જાણવાને સમર્થ બન્યા. અને રખે કોઈ પાપ ન થઈ જાય તે માટે પૂર્ણ સાવધાન બન્યા, રખે કંઈ પ્રમાદ ન થઈ જાય એ માટે જાગૃત બન્યા, સાથે સાથે ઉપવાસોની તપશ્ચર્યા શરૂ કરી, ગામે ગામ, નગરે નગર, જંગલે જંગલમાં વિહાર કરવા માંડ્યો. મુખ્યતયા મૌનપણે વિચરે છે. આત્માનું શુદ્ધિકરણ (રિફાઈન) કરવાની ખોજમાં ભગવાન અંતર્મુખ બન્યા. બહિર્મુખ ભાવનો પરિત્યાગ કર્યો છે. શારીરિક સુશ્રુષા કે સારસંભાળને તિલાંજલિ આપી છે. શરીરની મુખ્ય અનિવાર્ય જરૂરિયાતો આહાર અને નિદ્રા એને પણ (લગભગ) ત્યાગ કર્યો છે. જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં કાઉસ્સગ્ગ મુદ્રામાં રહીને ધ્યાનમાં એકાતાર બની જાય છે. એ અવસ્થામાં અને અન્ય પ્રસંગોમાં ગમે તેવા ભયંકર
%%%%%%%%%%%%%
%%%%%%勞明: 11!
For Private And Personal Use Only