________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવીરના આત્માનું. ભગવાન મહાવીર અહિંસાના પરમવિભૂતિ સ્વરૂપ હતા, સાચા દષ્ટા હતા અને દીર્ઘતપસ્વી તરીકે વધુ જાણીતા થયા હતા. આ વિભૂતિનો જન્મ ચૈત્ર સુદિ તેરસની મધ્યરાત્રિએ થયો હતો, એટલે અઢી અઢી હજાર વર્ષ પસાર થવા છતાં આજે આપણે અને ભારતના લાખો લોકો એ મહાન આત્માના જન્મદિનની વિવિધ રીતે ઉજવણી કરવા દ્વારા તેમના મહાન આત્માને યાદ કરશે અને અનંતગુણી એ પરમ ઉપકારીના ગુણોના ગુણાનુવાદ ગાઈને એમના મહાન ગુણોને, મહાન ઉપકારોને ભાવભીની શ્રદ્ધાંજલિઓ અર્પણ કરશે.
અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર ક્યાં જન્મ્યા હતા, કોને ત્યાં જન્મ્યા હતા ? એમનું ગૃહસ્થજીવન અને ત્યાર પછી સાધુ જીવન કેવું હતું. એમના જીવનમાં જન્માન્તરનું સાથી બનેલું મહાન જ્ઞાન જન્મતાં જ કેવું લાગ્યા હતા. એમનું ચારિત્ર કેવું અનુપમ કોટિનું હતું. સાધુ અવસ્થાનો સ્વીકાર કર્યા બાદ વિશ્વના કલ્યાણ કરવા માટે જોઇતી આધ્યાત્મિક તાકાત મેળવવા તેમણે તપ અને ત્યાગમાર્ગની કેવી અનુપમ કોટિની સાધના કરી હતી. એમના જીવનમાં દયા, ક્ષમા, કરુણા અને પ્રેમનો નાયગરાના ધોધ જેવો કેવો મહાસ્રોત વહેતો હતો ? એ કેવા મહાન હતા એમના સિદ્ધાન્તો કેવા લોકકલ્યાણકર હતા, તેની આછી પતલી ઝાંખી કરવા આજે આપણે એકત્રિત થયા છીએ. એ બધી બાબતો યશોચિત અન્ય વક્તાઓ કહેશે. હું તો બહુજ સંક્ષેપમાં કહીને મારી જીહ્વા, મન અને આત્માને પવિત્ર કરીશ.
ભગવાન મહાવીર બિહારની મહાન પુણ્યભૂમિ ઉપર જન્મ્યા હતા, જન્મ્યા ત્યારથી જ તે મહાન જ્ઞાની હતા એટલે કે મતિ, શ્રુત, અવધિ આ નામના ત્રણ જ્ઞાન સાથે જન્મ્યા હતા. બાલ છતાં અબાલ હતા. યુવાન વયે પહોંચ્યા બાદ જ્ઞાનદષ્ટિથી અખિલ વિશ્વને જન્મ,
N K NT IN A B ને
For Private And Personal Use Only
服