________________
Shri Mahavir Jain Aradhana Kendra
se
www. kobatirth.org
૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
**********
સકળ પર્વ શૃંગાર હાર, પર્યુષણ કહીએ; મંત્રમાંહિ નવકાર મંત્ર, મહિમા જગ લહીએ. ||૧|| આઠ દિવસ અમારી સારૂ, અઠ્ઠાઈ પાળો; આરંભાદિક પરીહરિ, નરભવ અજુવાલો. ॥૨॥ ચૈત્ય પરિપાટી શુદ્ધ સાધુ, વિધિ વંદન જાવે; અઠ્ઠમ તપ સંવત્સરી, પડિક્કમણું ભાવે. ॥૩॥ સાધર્મિક જન ખામણાંએ, ત્રિવિધ શું કીજે; સાધુમુખ સિદ્ધાંત કાંત, વચનામૃત રસ પીજે. ||૪|| નવ વ્યાખ્યાને કલ્પસૂત્ર, વિધિપૂર્વક સુણીએ; પૂજા નવ પ્રભાવના નિજ પાતિક હણીએ. ॥૫॥ પ્રથમ વીરચરિત્ર બીજ, પાર્શ્વ ચરિત્ર અંકુર; નેમચરિત્ર પ્રબંધ ખંધ, સુખ સંપત્તિ પૂર. ||૬|| ૠષભ ચરિત્ર પવિત્ર પત્ર, શાખા સમુદાય; સ્થવિરાવલી બહુ કુસુમ પુર, સરિખો કહેવાય Ill સામાચારી શુદ્ધતાએ, વરગંધ વખાણો; શિવસુખ પ્રાપ્તિ ફલ સહી, સુરતરૂ સમજાણો, Ill ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ, જિણે કલ્પ ઉદ્ધરિયો; નવમા પૂર્વથી યુગપ્રધાન, આગમજલ દરિઓ. ચા ત્રિસપ્તવાર શ્રી કલ્પસૂત્ર, જે સૂણે ભવિપ્રાણી; ગૌતમને કહે વીરજિન, પરણે શીવરાણી. ||૧૦|| કાલિકસૂરિ કારણેએ, પર્યુષણ કીધા; ભાદરવા સુદિ ચોથમાં, જિમ કારજ સિદ્ધાં. ||૧૧||
પંચમી કરણી ચોથમાં, જિનવર વચન પ્રમાણે; વીર થકી નવશે એશી, વરસે તે આણે. ||૧૨|| +++++++++++++++++++++
For Private And Personal Use Only