________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતમ સ્વરૂપ વિલોકતા એ, પ્રગટયો મિત્ર સ્વભાવ; રાય ઉદાચી ખામણાં, પર્વ પર્યુષણ દાવ. ll નવ વખાણ પુજી સુણો, શુક્લ ચતુર્થી સીમા; પંચમી દિને વાંચે સુણે, હોય વિરાધક નિયમા. foll. એ નહીં પર્વે પંચમી, સર્વ સમાણી ચોથે; ભવ ભીરુ મુનિ માનશે, ભાખ્યું અરિહાનાથે. ૧૮ શ્રુતકેવલી વયણાં સુણીએ, લહી માનવ અવતાર; શ્રી શુભવીરને શાસને, પામ્યા જયજયકાર. ૯ll.
પ્રણમ્ શ્રી દેવાધિદેવ, જિનવર મહાવીર; સુરવર સેવે શાંત દાંત, પ્રભુ સાહસધીર. ||૧| પર્વ પર્યુષણ પુણ્યશી, પામી ભવિ પ્રાણી; જૈન ધર્મ આરાધીએ, સમકિત હિત જાણી. પરી શ્રી જિન પ્રતિમા પૂજીએ એ, કીજે જન્મ પવિત્ર; જીવ જતન કરી સાંભળો, પ્રવચન વાણી વિનીત. llall
કલ્પતરૂવર કલ્પસૂત્ર, પૂરે મન વંછિત; કલ્પધરે દુરથી સુણો, શ્રીમહાવીર ચરિત. |૧ ક્ષત્રિયકુંડે નરપતિ, સિદ્ધારથ રાય; રાણી ત્રિશલા તણી કૂખે, કંચન સમજાય llી પુષ્પોત્તરવરથી ચવ્યા એ, ઉપજ્યા પુણ્ય પવિત્ર; ચતુરા ચૌદ સુપન લહે, ઉપજે વિનય વિનીત. lall
For Private And Personal Use Only