________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
**
hs+++++++++++++++++++++
શ્રી અષ્ટમીનું ચૈત્યવંદન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહા સુદિ આઠમ દિને, વિજયાસૂત જાચો; તેમ ફાગણ સુદિ આઠમે, સંભવ ચવી આયો. ||૧||
ચૈતર વદીની આઠમે, જનમ્યા ઋષભજિણંદ; દીક્ષા પણ એ દિન લહી, હુઆ પ્રથમ મુનિચંદ. ॥૨॥ માધવ સુદિ આઠમ દિને, આઠ કર્મ કર્યા દૂર; અભિનંદન ચોથા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર. ||૩|| એહિજ આઠમ ઉજળી, જન્મ્યા સુમતિજિણંદ; આઠ જાતિ કળશે કરી, હવરાવે સુર ઇંદ્ર ||૪||
જન્મ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી; નેમિ અષાઢ સુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી. /પા
શ્રાવણ વદીની આઠમે, નમિ જન્મ્યા જગભાણ; તેમ શ્રાવણ સુદિ આઠમે, પાસજીનું નિર્વાણ. 1111
ભાદરવા વદી આઠમ દિને, ચવિયા સ્વામી સુપાસ જિન ઉત્તમ પદ પદ્મને, સેવ્યાથી શિવવાસ. IIII શ્રી એકાદશીનું ચૈત્યવંદન
શાસન નાયક વીરજી, પ્રભુ કેવળ પાયો; સંઘ ચતુર્વિઘ સ્થાપવા, મહસેન વન આયો. ||૧||
માધવ સિત એકાદશી, સોમિલ દ્વિજ યજ્ઞ; ઇન્દ્રભૂતિ આદે મળ્યા, એકાદશ વિજ્ઞ. તારા
એકાદશમેં ચઉ ગુણો, તેહનો પરિવાર; વેદ અર્થ અવળો કરે, મન અભિમાન અપાર. ||૩||
For Private And Personal Use Only