________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ઢાળ પહેલી | જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર, એહ તણા ઇહ ભવ પરભવના, ઓલોઇએ અતિચાર રે. પ્રાણી જ્ઞાન ભણો ગુણ ખાણી, વીર વદે એમ વાણી રે. પ્રા. ૧ ગુરૂ ઓળવીએ નહીં ગુરૂ વિનચે, કાળે ધરી બહુમાન, સૂત્ર અર્થ તદુભચ કરી સુધાં, ભણીએ વહી ઉપધાન રે. પ્રા. ૨ જ્ઞાનોપગરણ પાટી પોશી, ઠવણી નોકારવાલી, તેહ તણી કીધી આશાતના, જ્ઞાન ભક્તિ ન સંભાળી રે. પ્રા. ૩ ઇત્યાદિક વિપરીત પણાથી, જ્ઞાન વિરાટ્યું જેહ, આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહરે, પ્રાણી સમકિત લ્યો શુદ્ધ પાણી, વીર વદે એમ વાણી રે. પ્રા. ૪ જિન વચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ, સાધુ તણી નિંદા પરિહરજો, ફળ સંદેહ મ રાખશે. પ્રા. ૫ મૂઢપણું જીંડો પરશંશા, ગુણવંતને આદરીએ, સાહમ્મીને ધર્મે કરી વીરતા, ભક્તિ પ્રભાવના કરીએ રે. પ્રા. ૬ સંઘ ચૈત્ય પ્રાસાદ તણો જે, અવર્ણવાદ મન લેખ્યો, દ્રવ્ય દેવકો જે વિણસાડ્યો, વિણસંતાં ઉવેખ્યો રે. પ્રા૦ ૦ ઇત્યાદીક વિપરીત પણાથી, સમકિત ખંડ્યું જેહ, આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહરે, પ્રાણી ચારિત્ર લ્યો ચિત્ત આણી, વીર વદે એમ વાણી રે. પ્રા. ૮ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાઘી, આઠે પ્રવચન માય, સાધુ તણે ધર્મ પ્રમાદે, અશુદ્ધ વચન મન કાય રે. પ્રા. ૯ શ્રાવકને ધર્મે સામાયિક, પોસહમાં મન વાળી, જે જયણા પૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળી રે. પ્રા. ૧૦
For Private And Personal Use Only