________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનશાસન અનુમોદના, સખિ જેહથી બહુ જન સ્ત; કીજે તેહ પ્રભાવના, સખી પાંચમું ભૂષણ ખંત. મુળ ૪૦
(ઢાળ ૮-મી.
(રાગ - ધર્મ જિનેશ્વર ગાઉં રંગશું) લક્ષણ પાંચ કહાં સમકિતતણાં, ધૂર ઉપશમ અનુકૂળ સુગુણ નર. અપરાધીશું પણ નવિ ચિત્ત થકી, ચિંતવીયે પ્રતિકૂળ. સુગુણનર ! શ્રી જિનભાષિત વચન વિચારીએ... સુo ૪૧ સુર-નર સુખ જે દુઃખ કરી લેખવે, વંછે શિવસુખ એક સુo બીજું લક્ષણ તે અંગીકરે, સાર સંવેગ શું ટેક. સુ. ૪૨ નારક ચારક સમ ભવ ઊભગ્યો, તારક જાણીને ધર્મ, સુo ચાહે નિકલવું નિર્વેદ તે ત્રીજું લક્ષણ મર્મ. સુ૦ ૪૩ દ્રવ્ય થકી દુઃખિયાની જે દયા, ધર્મહીસાની રે ભાવ; સુo ચોથું લક્ષણ અનુકંપા કહ્યું નિજ શક્ત મન લાવ. સુ૦ ૪૪ જે જિન ભાખ્યું તે નહીં અન્યથા, એહવો જે દૃઢ રંગ; સુo તે આસ્તિકતા લક્ષણ પાંચમું કરે કુમતિનો ભંગ. સુ૦ ૪૫
ઢિાળ ૯-મી (રાગ - ત્રીજે ભવ વરસ્થાનક તપ કરી) પરતીર્દી પરના સુર જેણે, ચેત્ય ગ્રહ્યા વળી જેહ, વંદન પ્રમુખ તિહા નવિ કરવું, તે જયણા ષટુ ભેદ રે ભવિકા ! સમકિત ચતના કીજે......... ભ૦ ૪૬ વંદન તે કરયોજન કહિયે, નમન તે શીશ નમાડે; દાન ઇષ્ટ અન્નાદિક દેવું, ગૌરવ ભગતિ દેખાડે રે. ભ૦ ૪૦ અનુપ્રદાન તે તેને કહિયે વારવાર જે દાન; દોષ કુપાત્રે પાત્ર મતિએ, નહિ અનુકંપા માન રે ભ૦ ૪૮
For Private And Personal Use Only