________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનંતજ્ઞાન દર્શન ધરા રે લાલ, ચોથુ વીર્ય અનંત મેરે; અગુરુ લઘુ સુક્ષ્મ કહા રે લાલ, અવ્યાબાધ મહંત મેરે. ૨ જેહની કાયા જેહવી રે લાલ, ઉણી ત્રીજે ભાગ મેરે; સિદ્ધ શિલાથી જોગણે રે લાલ, અવગાહન વીતરાગ. મેરે... ૩ સાદી અનંતા તિહા ધણા રે લાલ, સમય સમય તેહ જાય મેરે; મંદિર માંહી દીપાલીકા રે લાલ, સઘળા તેજ સમાય. મેરે. ૪ માનવ ભવથી પામીએ રે લાલ, સિદ્ધ તણા સુખ સંગ મેરે; એહનું ધ્યાન સદા ધરો રે લાલ, એમ બોલે ભગવતી અંગ મેરે. ૫ શ્રી વિજયદેવ પટ્ટધરૂ રે લાલ, શ્રી વિજયસેન સૂરિશ મેરે; સિદ્ધ તણા ગુણ એ કા રે લાલ, દેવ દીવે, આશિષ મેરે. ૬
રિ૦૫ એકાદશીની સઝાયો આજ મારે એકાદશી રે, નણદલ મૌન કરી મુખ રહીએ; પૂડ્યાનો પડિઉત્તર પાછો, કેહને કાંઈ ન કહીએ. આજ૦ ૧ મારો નણદોઈ તુજને વહાલો, મુજને તારો વીરો; ધૂમાડાના બાચકા ભરતાં, હાય ન આવે હીરો. આજ૦ ૨ ઘરનો ધંધો ઘણો કર્યો પણ, એકે ન આવ્યો આડો; પરભવ જાતા પાલવ ઝાલે, તે મુજને દેખાડો. આજ૦ ૩ માગશર સુદિ અગીયારસ મોટી, નેવું જિનના નિરખો; દોઢસો કલ્યાણક મોટા, પોથી જોઈ જોઈ હરખો. આજ૦ ૪ સુવ્રત શેઠ થયો શુદ્ધ શ્રાવક, મૌન ધરી મુખ રહીયો; પાવકે પુર સઘળો પરજાયો,એહનો કાંઈ ન દહીંચો. આજ ૦૫ આઠ પહોરનો પોસહ કરીએ, ધ્યાન પ્રભુનું ધરીએ; મન વચ કાયા જે વશ કરીએ, તો ભવસાગર તરીએ. આજ૦ ૬ ઇસમિતિ ભાષા ન બોલે, આડું અવળું પેખે; પડિક્કમણાશું પ્રેમ ન રાખે, કહો કેમ લાગે લેખે ? આજ૦ ૦
For Private And Personal Use Only