________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચામ્રવ પાપ નિરોધ, જ્ઞાનદર્શન ચારિત્ર શોધે; નવિ રાચે ન કોઈથી ક્રોધે, ઉપગાર ભણી ભવિ બોધે રે. ભવિ૦ ૬ ભિક્ષા લે ભ્રમર પરે ભમતાં, મનમાં ન ધરે કાંઈ મમતા; રાગદ્વેષ સુભટને દમતા, રહે જ્ઞાનચોગાનમાં રમતા રે. ભવિ૦ ૦ સુધા પંચ મહાવ્રત વહેતા, ઉપશમ ધરી પરિષહ સહેતા; વળી મોહ ગહન વન દહતા, વિચરે ગુરુ આણાએ રહેતા રે. ભવિ૦ ૮ જે જ્ઞાન ક્રિયા ગુણ પાત્ર, અણદીધું ન લે તૃણ માત્ર; સદા શીલે સોહાવે ગાત્ર, જાણે જંગમ તીરથ જાત્ર રે. ભવિ૦ ૯ દયા પાળે વીશવાવીશ, ઘરે ધ્યાન ધર્મ નિશદિશ; જગજંતુ તણા જે ઇશ, જશ ઇંદ્ર નમાવે શીશ રે. ભવિ. ૧૦ ક્રોધ લોભ-અભિમાન ને માયા, તજીયા જેણે ચાર કષાયા; બુધ ખિમાવિજય ગુરૂરાયા, શિષ્ય જિનવિજય ગુણ ગાયા રે. ભવિ ૦૧૧
૧૦૮ શ્રી દશમા અધ્યયનની સઝાયો તે મુનિ વંદો તે મુનિ વંદો, ઉપશમ રસનો કંદો રે; નિર્મળ જ્ઞાન ક્રિયાનો ચંદો, તપ તેજે જેહવો દિગંદો રે. તે ૧ પંચામ્રવનો કરી પરિહાર, પંચ મહાવ્રતધારો રે; ષકાયજીવ તણો આધાર, કરતો ઉગ્ર વિહારો રે. તે ૨ પંચ સમિતિ ત્રણ ગુમિ આરાધે, ધર્મ ધ્યાન નિરાબાધ રે; પંચમ ગતિનો મારગ સાથે, શુભ ગુણ તો ઇમ વાધે રે. તે૦ ૩ કય વિક્રય ન કરે વ્યાપાર, નિર્મમ નિરહંકાર રે; ચારિત્ર પાળે નિરતિચારે, ચાલતો ખગની ધાર રે. તે ૪ ભોગને રોગ કરી જે જાણે, આપે પુણ્ય વખાણે રે; તપ-શ્રુતનો મદ નવિ આણે, ગોપવી અંગ ઠેકાણે રે. તે ૫
For Private And Personal Use Only