________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહર્નિશ સંચમ ચોગશું ચુક્તા, દુર્ધર પરિષહ સહેતા રે; મન-વચ-કાય કુશલતાં ચોગે, વરતાવે ગુણ અનુસરતા રે. તે ૩ છંડે નિજ તનું ધર્મને કાજે, વલી ઉપસાર્માદિક આવે રે; સત્તાવીશ ગુણે કરી સોહે, સૂકાચાર ને ભાવે રે. તે ૪ જ્ઞાન-દર્શન-ચારિત્ર તણા જે, ત્રિકરણ ચોગ આચાર રે; અંગે ધરે નિસ્પૃહતા શુદ્ધિ, તે સત્તાવીશ ગુણ સાર રે. તે ૫ અરિહંત ભક્તિ સદા ઉપદેશે, વાચક સૂરિના સહાઈ રે; મુનિ વિના સર્વ ક્રિયા નવિ સુઝે, તીર્થ સકલ સુખદાઈ રે. તે ૬ પદ પાંચમે ઘણીપરે ધ્યાવો, પંચમી ગતિને સાધો રે; સુખી કર શાસનનાચક, જ્ઞાનવિમલ ગુણ વાધો રે. તે છે
૧૦૦ મુનિગુણની સઝાયો સમતા સુખના જે ભોગી, અષ્ટાંગ ધરણ જે જોગી; સદાનંદ રહે જે અસોગી, શ્રદ્ધાનંત જે શુદ્ધોપયોગી રે. ભવિજન ! એહવા મુનિ વંદો,............... જેહથી ટળે સવિ દુઃખ દંદો, જે સમકિત સુરતરૂ કંદો. જ્ઞાનામૃત જે રસ ચાખે, જિન આણા હિરડેરાખે; સાવધ વચન નવિ ભાંખે, ભાખ્યું જિનાજીનું ભાખે રે. ભવિ૦ ૨ આહાર લીયે નિરદોષ, ન ધરે મન રાગ ને રોશ; ન કરે વળી ઇન્દ્રિય પોષ, ન ચિકિત્સ ન જૂએ જોષ રે. ભવિ૦ ૩ બાહાંતર પરિગ્રહ ત્યાગી, ત્રિકરણથી જિનમત રાગી; જસ શિવરમણી રઢ લાગી, વિનયી ગુણવંત વૈરાગી રે. ભવિ. ૪ મદ આઠ તણા માન ગાળે, એક ઠામે રહે વરસાળે; પંચાચાર તે સૂવા પાળે, વળી જિનશાસન અજુઆળે રે. ભવિ૦ ૫
For Private And Personal Use Only