________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૯
૧૭૪ આચાર્યપદની સજઝાય
(રાગ-પુણ્ય સંયોગે પામીયોજી)
આચારી આચાર્યનુંજી, ત્રીજે પદે ધરો ધ્યાન; શુભ ઉપદેશ પ્રરૂપતાંજી, કહ્યા અરિહંત સમાન, સૂરીશ્વરનમતા શિવસુખ થાય, ભવોભવનાં પાતિક જાય ૧
પંચાચાર પલાવતાંજી, આપણ પણ પાલત; છત્રીશ છત્રીશી ગુણે કરીજી, અલંકૃત તનું વિલસંત. સૂ૦ ૨ દર્શન જ્ઞાન ચારિત્રનાજી, એકેક આઠ આચાર; બારહ તપ આચારનાજી, ઇમ છત્રીશ ઉદાર. સૂ૦ ૩ પડિ રૂપાદિક ચૌદ છેજી, વલિ દશવિધ યતિ ધર્મ; બારહ ભાવના ભાવતાંજી, એ છત્રીશ મર્મ. સૂ૦ ૪ પંચેન્દ્રિય દમે વિષયથીજી, ધારે નવવિધ બ્રહ્મ; પંચ મહાવ્રત પોષતાંજી, પંચાચાર સમર્થ. સૂ૦ ૫ સમિતિ-ગુપ્તિ શુદ્ધિ ઘરેજી, ટાળે ચાર કષાય; એ છત્રીશી આદરેજી, ધન્ય ધન્ય તેહની માય સૂ ૬ અપ્રમત્તે અર્થ ભાખતાંજી, ગણિ સંપદ જે આઠ; છત્રીશ ચઉ વિનયાદિકેજી, એમ છત્રીશે પાઠ. સૂ॰ to
ગણધર ઉપમા દીજીએજી, યુગ પ્રધાન કહાય; ભાવ ચારિત્રી એહવાજી, જિહાં જિન માર્ગ ઠરાય સૂ૦ ૮
જ્ઞાનવિમલ ગુણ ગાવતાંજી, ગાજે શાસન માંહી; તે વાંદી નિર્મળ કરોજી, બોધિ બીજ ઉચ્છાંહી સૂ૦ ૯ ૧૦૫ ઉપાધ્યાયપદની સજઝાય
ચોથે પદે ઉવજ્ઝાયનું, ગુણવંતનું ધરો ધ્યાન રે; યુવરાજ સમ તે કહ્યા, પદ સૂરિ ને સમાન રે. ચોથે૦ ૧
For Private And Personal Use Only
***************