________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગાદિક આંતરરિપુ, તેહનો કીધો અંત; મો. જિહાં વિચરે જગદીશ્વરૂ, તિહાં સાત ઇતિ સમંત. મો. વા. ૫ એહવા અપાયાપરામનો, અતિશય અતિ અદ્ભુત, મો. અહર્નિશ સેવા સારતા, કોડી ગમે સુર હુંત. મો. વા૬ માર્ગ શ્રી અરિહંતનો, આદરીયે ધરી નેહ; મો. ચાર નિક્ષેપે વાંદીયે, જ્ઞાનવિમલ ગુણ ગેહ. મોવા
(૧૦૩ સિદ્ધપદની સઝાયો | (રાગ-દંટણ 2ષીને કરૂ વંદના હુવારી લાલ) નમો સિદ્ધાણં બીજે પદે રે લાલ, જેહના ગુણ છે આઠ રે; હું વારી લાલ; શુક્લધ્યાન અનલે કરી રે લાલ, બાળ્યા કર્મ કઠોર રે. હું ન૦ ૧ જ્ઞાનાવરણી ક્ષયે કહ્યું રે લાલ,કેવલ જ્ઞાન અનંત રે; હું; દર્શનાવરણીય ક્ષયથી ચચા રે લાલ, કેવલ દર્શન કંત રે. હું ન૦ ૨ અક્ષય અનંત સુખ સહજથી રે લાલ, વેદની કર્મનો નાશ રે; હું મોહનીચ ક્ષચે નિર્મલો રે લાલ, સાચિક સમકિત વાસ રે. હું ન૦ ૩ અક્ષય સ્થિતિ ગુણ ઉપન્યો રે લાલ,આયુ કર્મ અભાવ રે; હું નામકર્મ ક્ષચે નિપજો રે લાલ, રૂપાદિક ગત ભાવ રે હું ન૦ ૪ અગુરુલઘુ ગુણ ઉપન્યો રે લાલ, ન રહ્યો કોઈ વિભાવ રે, હું ગોગકર્મના નાશથી રે લાલ, નિજ પ્રગટ્યા જસ ભાવ રે હું ન ૫ અનંતવીર્ય આતમતણું રે લાલ, પ્રગટ્યું અંતરાય નાસ રે. હું આઠે કર્મ નાશી ગયા રે લાલ, અનંત અક્ષચ ગુણવાસ રે. હું ન૦ ૬ ભેદ પંદર ઉપચારથી રે લાલ, અનંતર પરંપર ભેદ રે. હુ નિશ્ચયથી વીતરાગના રે લાલ, ત્રિકરણ કર્મ ઉચ્છેદ રે. હું ન૦ ૭ જ્ઞાનવિમલની જ્યોતિમાં રે લાલ, ભાસિત લોકાલોક રે; હુંo તેહના ધ્યાન થકી થશે રે લાલ, સુખીચા સઘલાં લોક રે. હું ન૦ ૮
For Private And Personal Use Only