________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃપતો સગર સુર્વે નહિ, ગોધનથી કૂચીકર્ણ સલૂણે, તિલકશેઠ વળી ધાન્યથી, કનકે નંદ સકર્ણ. સૂલણે. પરિ૦ ૦ અસંતુષ્ટ પરિગ્રહ ભર્યા, સુખીચા ન ઇંદનરિદ; સલૂણે, સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ સમકંદ, સૂલણે. પરિ૦ ૮
(૧૫ રાગ પાપસ્થાનકની સઝાયો
(રાગ- એકરે પંખી આવીને ઉડી ગયો) તથા
(લઘુ પણ હું તુમ મન નવિ માવું રે-એ દેશી) પાપસ્થાનક દશમું કહ્યું રાગ રે, કુણહી ન પામ્યો તેહનો તાગ રે; રાગે વાહ્યા હરિ હર બંભા રે, રાચે નાચે કરેય અચંભા રે. ૧ રાગ કેશરી છે વડ રાજા રે, વિષયાભિલાષ તે મંત્રી તાજા રે; જેહના છોરૂ ઇંદ્રિય પંચો રે, તેહનો કીધો એ સકલ પ્રપંચો રે. ૨ જેહ સદાગમવશ હુઈ જાશે રે, અપ્રજાત્તતા શિખરે વાસે રે; ચરણ ધરમ નૃપ શેલ વિવેકે રે, તેહશું ન ચલે રાગી ટેકે રે. ૩ બીજા તો સવિ રાગે વાહ્યા રે, એકાદશ ગુણઠાણે ઉમાહ્યા રે; રાગે પાડ્યા તે નર ખુત્તા રે, નરકનિગોદે મહાદુઃખ જુના રે ૪ રાગહરણ તપ જપ કૃત ભાખ્યા રે; તેહથી પણ જિણે ભવફલ ચાખ્યા રે; તેહનો કોઈ ન છે પ્રતિકારો રે, અમીચ હોય વિષ ત્યાં શ્યો ચારો રે ? " તપબલે છૂટ્યા તરણું તાણી રે, કંચન કોડિ આષાઢભૂતિ નાણી રે નંદિષેણ પણ રાગે નડિયા રે, ચુતનિધિ પણ વેશ્યાવશ પડિયા રે. ૬ બાવીસ જિન પણ રહી ઘરવાસે રે, વરત્યા પૂરવ રાગ અભ્યાસે રે; વજબંધ પણ જસ બલ તૂટે રે, નેહતંતુથી તેહ ન છૂટે રે. ૭ દેહઉચ્ચાટન અગ્નિનું દહવું રે; ઘણ-કુટુન એ સાવિ દુઃખ સહવું રે; અતિ ઘણું રાતી જે હોય મજીઠ રે, રાગતણો ગુણ એહજ દીઠ રે. ૮
For Private And Personal Use Only