________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતપિતાદિ અનન્તના રે, પામે વિયોગ તે મંદ; દારિદ્ર દોહગ નવિ ટકે રે, મિલે ન વલ્લભવૃંદ રે. ૨ હોએ વિપાકે દશગણું રે, એકવાર કીચું કર્મ; શત સહસ કોડી ગમે રે તીવ્ર ભાવના મર્મ રે. ૩ મર' કહેતા પણ દુઃખ હુવે રે, મારે કિમ નહિ હોય; હિંસા ભગિની અતિ બૂરી રે, વૈશ્વાનરની જોય રે. ૪ તેહને જોરે જે હુઆ રે, રૌદ્રયાન પ્રમા; નરક અતિથિ તે નૃપ હુઆ રે, જિમ સુભમ બ્રહ્મદા રે. ૫ રાય વિવેક કન્યા ક્ષમા રે, પરણાવે જસ સાંય; તેહ થકી દૂરે ટલે રે, હિંસા નામે બલાય રે. ૬ (૧૬૩ મેથુન પાપસ્થાનકની સજઝાય
(રાગ-છટકો આરો એવી આવશે) પાપસ્થાનક ચોથું વજીએ, દુર્ગતિ મૂલ અખંભ, જગ સવિ મુક્યો છે એહમાં, છાંડે તેહ અચંભ. ૧ રૂડું લાગે રે એ ધુરે, પરિણામે અતિ અતિ કુર; ફલ કિંપાકની સારિખું, વરજે સજજન દૂર. ૨ અધર વિદ્ગમ સ્મિત ફૂલડા, કુચ ફલ કઠિન વિશાલ, રામા દેખી ન રાચીએ, એ વિષવેલી રસાલ. ૩ પ્રબલ જવલિત અચપૂતલી, આલિંગન ભલું તંત, નરક દ્વાર નિતંબિની, જઘન સેવન તે દુરંત. ૪ દાવાનલ ગુણ વન તણો, કુલ મશી પૂર્વક એહ, રાજધાની મોહરાયની, પાતક-કાનન મેહ. ૫ પ્રભુતાએ હરિ સારીખો, રૂપે મયણ અવતાર, સીતાએ રે રાવણ યથા, છાંડો પર નર નાર. ૬
For Private And Personal Use Only