________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખ મીઠો જૂઠો મને જી, ફૂડ કપટનો રે કોટ; જીભે તો જીજી કરે છે, ચિત્તમાં તાકે ચોટ રે. પ્રા. ૨ આપ ગરજે આઘો પડે છે, પણ ન ધરે વિશ્વાસ; મનશું રાખે આંતરો જી; એ માયાનો પાસ રે. પ્રા. ૩ જેહશું બાંધે પ્રીતડીજી, તેહ શું રહે પ્રતિકૂળ; મેલ ન છંડે મન તણો છે, એ માયાનું મૂળ રે પ્રા. ૪ તપ કીધો માયા કરી છે, મિત્રશું રાખ્યો રે ભેદ; મલ્લિ જિનેશ્વર જાણજો જી, તો પામ્યા સ્ત્રીવેદ રે. પ્રા. ૫ ઉદયરત્ના કહે સાંભળો જી, મૂકો માયાની બુદ્ધ મુક્તિપુરી જાવા તણો જી, એ મારગ છે શુદ્ધ રે. પ્રા૦ ૬
૧૫૯ માયાની સઝાચો
(રાગ - વંદો કેવળજ્ઞાન) માયા મનથી પરિહરો રે, માયા આળપંપાળ, માયાવી જગ જીવની રે, કોઈ ન કરે સંભાળ રે, પ્રાણી ! માયા શલ્ય નિવાર, એહ છે દુર્ગતિ દ્વાર રે. પ્રાણીઓ ૧ મારા વિષની વેલડી રે, મારા દુઃખની ખાણ, માયા દોષ પ્રગટ કરે રે, માયા હલાહલ જાણ રે. પ્રાણી૨ માયામાં મોહિત થઈ રે, અંધો જીવ ગુમાર, ફૂડ-કપટ બહુ કેળવે રે,આણે ન શરમ લગાર રે. પ્રાણી૩ માયાવીને નિદ્રા નહિં રે, નહિં સુખનો લવલેશ, માચાવી ધર્મ ન ચિંતવે રે, પગ-પગ પામે લેશ રે. પ્રાણી. ૪ રાત-દિવસ રહે ઝુરતો રે, મારા સેવનથી જીવ, દુર્ગતિમાં જઇ ઉપજે રે, પાડે નિરંતર રીવ રે. પ્રાણી ૫
For Private And Personal Use Only