________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વારૂ શુદ્ધ કરે વ્યાપાર, ઓછા અધિકાનો પરિહાર; મ ભરજે કોઈની કૂડી સાખ, ફૂડા જનશું કથન મ ભાખ. ૧૦ અનંતકાચ કહ્યા બત્રીશ, અભક્ષ્ય બાવીશે વિશ્વાવીશ; તે ભક્ષણ નવિ કીજે કિમે, કાચા કુણાં ફલ મત જિમે. ૧૧ રાત્રી ભોજનનાં બહુ દોષ, જાણીને કરજે સંતોષ; સાજી સાબુ લોહ ને ગળી, મધુ ઘાવડીયા મત વેચીશ વળી. ૧૨ વળી મ કરાવે રંગણ પાસ, દૂષણ ઘણાં કહ્યાં છે તાસ; પાણી ગળજે બે બે વાર, અળગણ પીતાં દોષ અપાર. ૧૩ જીવાણીના કરજે ચહ્ન, પાતક ઠંડી કરજે પુણ્ય; છાણાં ઇંધણ ચૂલો જોય, વાવરજે જિમ પાપ ન હોય. ૧૪ ધૃતની પેરે વાવરજે નીર, અણગળ નીર મ ધોઈશ ચીર; બ્રહાવત સુધા પાળજે, અતિચાર સઘલાં ટાળજે. ૧૫ કહીંયાં પન્નર કર્માદાન, પાપ તણી પરહરજે ખાણ; માથે મ લેજે અનર્થદંડ, મિથ્યા મેલ મ ભરજે પિંડ. ૧૬ સમકિત શુદ્ધ હૈડે રાખજે, બોલ વિચારીને ભાખજે; પાંચતિચિ મ કરે આરંભ, પાળે શિયળ તજી મન દંભ. ૧૦ તેલ તક્ર ધૃત દૂધ અને દહીં, ઉઘાડા મત મેલો સહી; ઉત્તમ કામે ખરચે વિત્ત, પરઉપગાર ધરે શુભ ચિત્ત. ૧૮ દિવસ ચરિમ કરજે ચોવિહાર, ચારે આહાર તણો પરિહાર; દિવસ તણાં આલોવે પાપ, જિમ ભાંજે સઘળા સંતાપ. ૧૯ સંધ્યા આવશ્યક સાચવે; જિનવર ચરણ શરણ ભવભવે; ચારે શરણ કરી દૃઢ હોવે, સાગારી અણસણ લઈ સૂવે. ૨૦ કરે મનોરથ મન એહવા, તીરથ શેગુંજે જાયવા; સમેતશિખર-આબૂ-ગિરનાર, ભેટીશ હું ધન્ય ધન્ય અવતાર. ૨૧
For Private And Personal Use Only