________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૌતમ પૃચ્છાને અનસાર, એહ સજઝાય કરી શ્રીદાર; પંડિત હર્ષસાગર શિષ્યસાર, શિવસાગર કહે ધર્મ વિચાર. ૨૩
(૧૪૬ સમતાની સઝાયો
(રાગ-આશાવરી) જબ લગ સમતા ક્ષણ નહિ આવે, જબ લગ સમતા ક્ષણ નહિ આવે, જબ લગ ક્રોધ વ્યાપક હૈ અંતર, તબ લગ જોગ ન સુહાવે જબ૦ ૧ બાહ્ય ક્રિયા કરે કપટ કેળવે, ફીરકે મહંત કહાવે; પક્ષપાત નહીં છોડે કબહ, ઉનકું કુગતિ બુલાવે. જબ૦ ૨ જિન જોગીને ક્રોધ કિયા તે, ઉનકું સુગર બતાવે; નામ ધારક ભિન્ન ભિન્ન બતાવે, ઉપશમ વિન દુઃખ પાવે. જબ૦ ૩ ક્રોધ કરી બંધક આચારજ, હુઓ અગ્નિકુમાર; દંડકી નૃપનો દેશ પ્રજાલ્યો, ભમીયો ભવ મોઝાર. જબ૦ ૪ શાંબ-પ્રધુમ્નકુમારે સંતાપ્યો, કષ્ટ દ્વૈપાચન પાય; ક્રોધ કરી તપનો ફળ હાર્યો, કીધો દ્વારિકા દાહ. જબ૦ ૫ કાઉસ્સગ્નમાં ચઢીયો અતિ ક્રોધે, પ્રસન્નચંદ્ર વાષિરાય; સાતમી નરકતણાં દલ મેલી, કડવા તે ન ખમાય. જબ૦ ૬ પાર્શ્વનાથને ઉપસર્ગ કીધો, કમઠ ભવાંતર ધીઠ; નરક તિર્યંચ તણાં દુઃખ પામી, ક્રોધ તણાં ફલ દીઠ. જબ છે એમ અનેક સાધુ પૂરવધર, તપીયા તપકરી જેહ; કારજ પડે પણ તે નવિ ટકીયા, ક્રોધ તણા બલ એહ. જબ૦ ૮ સમતા ભાવે જે મુનિ વરીયા, તેહનો ધન્ય અવતાર; બંધફબષિની ખાલ ઉતારી, ઉપશમે ઉતય પાર. જબ૦ ૯ ચંડરૂદ્ર આચારજ ચાલતાં, મસ્તકે કીધાં પ્રહાર; સમતા કરતા કેવળ પામ્યાં, નવદીક્ષિત આણગાર. જબ૦ ૧૦
For Private And Personal Use Only