________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતુલબળી મહાવીર સરિખા, અંગુઠે મેરૂ કંપાવ્યો; તુમ પસાયે અનાર્યદેશે, સંગમ ચાલીને આવ્યો. ૪ દધિવાહન રાજાની બેટી, ચંદનબાલા કહાઇ; તુમ પસાથે રાજગૃહીકે, ચૌટે મેલી વેચાઈ. ૫ હરિશ્ચંદ્રરાજા તારારાણી, પગ લઇને નિસરતા; સુભંગી ફુલકી કરી ચાકરી, પાણી વહન કરતા. ૬ ઇત્યાદિક મોટા પુરૂષોત્તમ, કરણી કરી ઠામ પાયા; આનંદધન ઇમ બોલે કર્મથી, મેરા પાર ન આયા. ૦
૧૨૯ પુણ્યફળની સઝાયો
(રાગ - પુણ્યસંયોગે પામીચોજી) સરસ્વતિ સામિણી પાય નમીજી રે, પ્રણમી સદ્ગર પાચ, દાન તણાં ગુણ હું ભણુંજી, સાંભળતા સુખ થાય. રે જીવડા ! દીધાના ફલ જોચ............. વિણ દીધાં કેમ પામીએજી, હૃદયે વિચારી જોય રે. જીવડા. ૧ એક ઘેર ઘોડા હાથીયાજી, પાચક સંખ્યા ન પાર; હોટા મંદિર માળીયાજી, વિશ્વ તણો આધાર રે. જીવડા. ૨ ભરીયાને સહુકો ભરેજી, વૂક્યા વરસે મેહ; સુખીયાના સહુ કો સગાજી, દુઃખીયાશું નહીં નેહ રે. જીવડા ૩ બેઉ નર સાથે જનમીયાજી, એવડો અંતર આજ; એક માથે ભારો વહેજી, એક તણે ઘેર રાજ રે. જીવડા ૪ એક સુખીચા દીસે સદાજી, દુઃખીયા એક જ હોય; સુખ દુઃખ બેઉ આંતરૂજી, પુણ્ય તણાં ફલ જોચ રે. જીવડા૫ સેવ સુંવાળી લાપસીજી, ભોજન કુર કપૂર; એકને કુકશ ઢોકળાંજી, પેટ ન પહોંચે પૂર રે. જીવડા. ૬
For Private And Personal Use Only