________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનાવરણીએ જ્ઞાન રોકીયું દર્શનાવરણીયે રોક્યો છે દર્શનનો પ્રવાહ રે. પ્ર. ૨ વેદની કર્મે વેદના મોકલી, મોહનીય કર્મે ખવરાવ્યો રે માર રે. પ્ર. ૩ આયુ કર્મે રે તાણી બાંધીચો, નામ કર્મે નચાવ્યો છે નાચ રે. પ્ર. ૪ ગોત્ર કર્મે બહુ રઝળાવીઓ, અંતરાચ કર્મે આડો વાળ્યો આંક રે. પ્ર૦ ૫ આઠે કર્મોનો રાજા મોહ છે, મુંઝવી મારે ચોવીસે કલાક રે. પ્ર. ૬ આઠે કર્મોને જે જીતશે, તેનો હોશે મુક્તિપુરીમાં વાસ રે. પ્ર. ૮ હીરવિજય ગુરુ હીરલો, સ્નેહી રત્નવિજય ગુણ ગાય રે. પ્ર. ૯
(૧૨૬ શ્રી કર્મ પચ્ચીસીની સઝાયો
(રાગ-આતમ ધ્યાનથી રે સંતો) દેવ દાનવ તીર્થંકર ગણધર, હરિહર નરવર સબળા; કર્મસંયોગે સુખદુ:ખ પામ્યા, સબળા હવા મહા નબળા રે. પ્રાણી ! કર્મ સમો નહીં કોઈ,.............. કિધા કર્મ વિના ભોગવીઆ, છૂટકબારો ન હોય રે. પ્રાણી. ૧ આદીશ્વરને અંતરાયે વિંટળ્યો, વરસ દિવસ રહ્યા ભૂખે; વીરને બાર વરસ દુખ દીધું, ઉપન્યા બ્રાહ્મણી કૂખે રે. પ્રાણી- ૨ સાઠ સહસ સુત એક દિન મૂવા, સુરા સામંત જેસા; સગર હુશે મહા પુત્રે દુઃખીચો, કર્મતણા ફલ ઐસા રે. પ્રાણી. ૩ બત્રીસ સહસ દેશનો સાહિબ, ચક્રી સનતકુમાર; સોલ રોગ શરીરે ઉપન્યા, કરમે કીધો તસ ખૂવાર રે. પ્રાણી ૪ સુભૂમ નામે આઠમો ચક્રી, કર્મે સાયર નાખ્યો; સોલ સહસ યક્ષે ઉભા દીઠો, પણ કિણહી નવિ રાખ્યો રે. પ્રાણી ૫ બ્રહ્મદા નામે બારમો ચક્રી, કમેં કીધો આંધો; એમ જાણી પ્રાણી વિણ કામે, કોઈ કરમ મત બાંધો રે. પ્રાણી. ૬
For Private And Personal Use Only