________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૪ ઉપદેશની સઝાયો
(રાગ - સગુ તારૂં કોણ સાચું રે) ચેતે તો ચેતાવું તને રે, પામર પ્રાણી, તારે હાથે વપરાશે, તેટલુ જ તારું થાશે બીજું તો બીજાને જાશે રે, પા. ૧ સજી ઘરબાર સારું મિથ્યા કહે છે મારું મારું તેમાં નથી કહ્યું તારું રે. પા. ૨ માખીએ મધ ભેળું કીધું ન ખાવું ન ખાવા દીધું લૂંટનારે લૂંટી લીધું રે. પા૦ ૩ ખંખેરીને હાથ ખાલી, ઓચીંતુ જવું છે ચાલી, કરે માથાફોડ ઠાલી રે. પા. ૪ શાહુકારીમાં સવાયો, લાખોપતિ તું લેખાયો, કહે સાચું શું કમાયો રે ? પાપ કમાયો તું માલ કેવો, તારી સાથે આવે એવો, કરજે તપાસ એવો રે. પા. ૬ હજી હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી, તારી મૂડી થાશે તાજી રે. પાત્ર હાથમાંથી બાજી જાશે, પછીથી પસ્તાવો થાશે, કશું ન કરી શકાશે રે. પા. ૮ ખોળામાંથી ધન ખોયું, ધૂળથી કપાળ ધોયું, જાણપણું તારું જોયું રે.પા. ૯
૧૧૫ વણઝારાની સઝાચો નરભવ નગર સોહામણું વણઝારા રે, ........... પામીને કરજે વ્યાપાર અહો મોરાં નાચક રે. સત્તાવન સંવર તણી વ૦, પોઠી ભરજે ઉદાર અહો- ૧ શુભ પરિણામ વિચિત્રતા વ૦, કરીયાણાં બહુ મૂલ; અહો. મોક્ષ નગર જાવા ભણી વ૦, કરજે ચિત્ત અનુકુલ. અહો૦ ૨ ક્રોધ દાવાનલ ઓલવી વ૦, માન વિષમ ગિરિરાજ; અહો૦
ઓલંઘજે હળવે કરી વ... સાવધાન કરજે કાજ. અહો. ૩ વંશજાલ માયા તણી વ૦, નવિ કરજે વિશ્રામ; અહો૦ ખાડી મનોરથ ભટ તણી વ૦ પૂરણનું નહીં કામ. અહો. ૪ રાગદ્વેષ દોય ચોરટા વ૦ વાટમાં કરશે હેરાન; અહો વિવિધ વીર્ય ઉલ્લાસથી વ૦ તુ હણજે તસ સ્થાન અહો. ૫
For Private And Personal Use Only