________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુડ કપટ કરી જિંદગી કાઢી, મિથ્યા કરે અભિમાન, કાળરાજાની ફાળ જ્યાં પડશે, બનીશ તું બેભાન મનવા... ૨ ચંચળ લક્ષ્મી ચંચળ આયુ, જાય પલકમાં પ્રાણ, લટપટ ખટપટ સઘળું છોડી, ભજી લેને ભગવાન, મનવા૩ વિષચ કષાયના પાસમાં પડીચો, ભૂલી ગયો તું ભાન, નરક નિગોદમાં રુળી રઝળી, પામ્યો તું દુઃખ અમાન. મનવા. ૪ લાખ ચોરાશિ ચોનિ ભટક્યોં, ભટક્યોં તું ભવરાન, મહા પુજે માનવ ભવ લાધ્યો, સમજ સમજ ઇન્સાન. મનવા. ૫ પ્રિયતમ પુત્રો પ્રિયતમાં નારી, સ્વારથના સહુ જાન, એકલો આવ્યો એકલો જાશે, તારૂ તે ફોઈ ના માન. મનવા. ૬ અક્કડ થઈને ફક્કડ ફરતો, કરતો ન કાંઈ દાન, ચોરી દારીને પરનિંદામાં, સદા રહો મસ્તાન. મનવા૦ ૦ આશા મોટી મોટી રાખે, ચાહે તું દેવવિમાન, કર્મરાજા જો કોપે ચડશે, કરી દેશે હેરાન. મનવા. ૮ હાટ હવેલીને માણેક મોતી ક્ષણમાં વિનાશી જાણ, લાડી વાડી, ગાડીને મોજ, મૂકી જાવું છે સ્મશાન. મનવા. ૯ દાન શિયળ તપ ભાવના ભાવો, કરવા જિનગુણ ગાન, અમી સમી જિનવાણી જાણી, કરો ઘુટ ઘુંટ પાન. મનવા. ૧૦ વિતરાગનું શાસન પામ્યો, જ્ઞાનમાં બન ગુલતાન, અધ્યાતમમાં મસ્ત બનેથી, શિવપુરીમાં પ્રચાણ મનવા. ૧૧ અનંત ચતુષ્ટ કેરો ખજાનો, તેને તું લે પિછાન, અધ્યાતમ નયનોને ખોલી દે તું, પ્રગટે જ્ઞાન નિધાન. મનવા. ૧૨
For Private And Personal Use Only