________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચા જગ હે સુપનેકી માયા, જેસે બુંદ જલકી, વિણસંતા તો વાર ન લાગે, દુનિયા જાય ખલકી. ખબર૦ ૪ માત તાત પ્રિયા સુત બાંધવ, સબ જગ મતલબકી, કાયા માયા નાર હવેલી, એ તેરી ઝબકી ખબર૦ ૫ મન માનવ તન ચંચલ હસ્તી, મસ્તી હે બલકી, સગુર અંકુશ ધરો શીરપર, ચલો માર્ગ સતકી. ખબર૦ ૬ જબ લગ હંસા રહે દેહમેં, ખુશીયા મંગલકી, હંસા છોડ ચલ્યા જબ દેહી, મિટીચા જંગલકી ખબર૦ ૦ પર ઉપકાર સમો નહી સુકૃત, ધર સમતાં સુખકી, પાપ વળી પર પ્રાણી પીડન, હર હિંસા દુઃખકી ખબર૦ ૮ કોઈ ગોરા કોઈ કાળા પીળા, નયણે નિરખનકી, એ દેખી મત રાયો પ્રાણી, રચના પુદ્ગલકી. ખબર૦ ૯ અનુભવ જ્ઞાને આતમ બૂઝી, કર બાતા ઘરકી, અમરપદ અરિહંતકુ ધ્યાતાં, પદવી અવિચલકી. ખબર૦ ૧૦
૯િ૮ વૈરાગ્યની સઝાય)
(રાગ - તન ધન જોબન કારમુજી) એ સંસાર અસાર છે રે જીવડા, બુઝે તે વિરલો કોય, એ સંસાર તજી ગયા રે જીવડાં, તે નર સુખીયા હોય; રે જીવડા એ સંસાર અસાર ચતુરનર ! ચેતો રે ચિત્તમાંહી ૧ ડાભ અણી જલ બિંદુઓ રે જીવડા, જેહવો સંધ્યાનો રાગ; એણી પરે ચંચલ આઉખું રે જીવડા, જાગી શકે તો જાગ રે. ૨ ધન ધાન્ય રામા કાંઈ કરે રે જીવડા, કારમો એહ સંસાર; સોવનમય નવ ડુંગરી રે જીવડા, નંદે તજી નિરધાર. ૩
For Private And Personal Use Only