________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લ્પિ વેરાગ્યની સઝાયો આવ્યો ત્યારે મુઠી વાળી, જાતી વેળા ખાલી રે; જીવડા ! સમય સુધાર,.......... બહુ ફાલ્યો બહુ ફુલ્યો, અંતે દેશે બાળી રે. જી૦ ૧ ઉહાં ઉહાં તું તો કરતો, જનમતા તે વારે રે, સઘળું તે રહી ગયું, પ્રભુને દરબારે રે.જી૨ આવ્યો ત્યારે સાકર વહેંચી , હરખ ન માય રે; જાતી વેળા રોવા લાગ્યા, કરે હાય હાય રે. જી૦ ૩ આવ્યો ત્યારે પહેરવાના, ખાવાના અપાર રે; જાતી વેળા તારૂં બધું, લૂંટી લેવાય રે. જી૦ ૪ આવ્યો ત્યારે પારણામાં, ઝુલાવે અપાર રે; જાતી વેળા વાંસ લાવશે, સાડા ત્રણ હાથ રે. જી. ૫ જીવવું ટુંકું જગતમાં, આશા બહુ લંબાય રે; રાત થોડી વેશ ઝાઝા, વખત વહી જાય રે. જી. ૬ ખાશે તે તો ધરાશે ને, બીજા ભૂખ્યા જાશે રે; માટે ભજી લેને પ્રભુ તું, શાચ બેડો પાર રે. જી. ૭ મોહ માયા છોડી ભાજ, નિરાગી પ્રભુ આજ રે; ધર્મ કેરો સંગ કરી, છોડી દે તું કાજ રે. જી. ૮ મારૂં તારૂં છોડી દેને, કરી લે ભલાઈ રે; ઉદયરત્ન કહે ભલા, સાધી લે તું કાજ રે જી. ૯
૯િ૬ વેરાગ્યની સઝાય)
(રાગ - કરમતારી કળાન્યારી ભરોસે શું રહ્યાં ભૂલી, પલકમાં પ્રાણ જાવાના, જુઓ છો અન્યના એવા, નક્કી નિજ હાલ થાવાના. ૧
For Private And Personal Use Only