________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગના રંગમાં ભૂલા ભમો છો, પડશો ચોરાશીની ખાણમાં રે જીવ૦૩ જગતમાં તારું કોઈ નથી રે, મન રાખને ભગવાનમાં રે જીવ૦ ૪ વૃદ્ધાવસ્થા આવશે ત્યારે, ધાકો પડશે તારા કાનમાં રે. જીવ૦ ૫ કોક દિન જાનમાં તો કોક દિન કાણમાં, મિથ્યા ફરે અભિમાનમાં રે જીવ૦ ૬ કોક દિન સુખમાં તો કોક દિન દુઃખમાં, સઘળા તે દિન સરખા જાણમાં રે જીવો છે સુત્ત વિત્ત દારા પુત્રી ને ભૂલ્યો, અંતે તે તારા જાણ માં રે જીવ૦ ૮ આયુ અસ્થિરને ધન ચપળ છે, ફોગટ મોહ્યો તેના તાનમાં રે. જીવ૦ ૯ છેલ બટુક થઈ શાને ફરો છો, અધિક ગુમાન માન તાનમાં રે જીવ૦ ૧૦ મુનિ કેવળ કહે સુણો સજ્જન સહુ ચિત્ત રાખો ને પ્રભુ ધ્યાનમાં રે જીવ૦ ૧૧
૯૩ વૈરાગ્યની સઝાય
(રાગ- છઠ્ઠો આરો એવો આવશે) મરણ ન છૂટે રે પ્રાણીચા, કરતાં કોટી ઉપાય રે, સુર નાર અસુર વિધાધરા, સહુ એક મારગ જાય રે. મરણ૦ ૧ ઇન્દ્ર ચંદ્ર રવિ હરિ વળી, ગણપતિ કામ કુમાર રે; સુરગુરુ સુરઘ સારીખા, પહોંચ્યા જમ દરબાર રે મરણ૦ ૨ મંત્ર સ્ત્ર મણિ ઓષધિ, વિધા હુન્નર' હજાર રે; ચતુરાઈ કેરા રે ચોકમાં, જમડો લૂંટે બજાર રે. મરણ૦ ૩ ગર્વ કરી નર ગાજતાં, કરતાં વિવિધ તોફાન રે; માથે મેરૂ ઉપાડતાં, પહોંચ્યા તે શ્મશાન રે. મરણ૦ ૪ કપડાં ઘરેણાં ઉતારશે, બાંધશે ઠાઠડી માંય રે; ખોખલી હાંડલી આગળ, રોતા રોતા સહુ જાય રે. મરણ ૫ કાયા માયા સહુ કારમી, કારમો સહુ ઘરબાર રે; રંક ને રાય છે કારમો, કારમો સકળ સંસાર રે. મરણ૦ ૬
For Private And Personal Use Only