________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્હાલા તે વ્હાલા શું કરો, વ્હાલાં વોળાવી વળશે; વ્હાલા તે વનના લાકડાં, તે તો સાથે જ બળશે. એક છે નહીં ત્રાપો નહીં તુંબડી, નથી કરવાનો આરો; ઉદચરન મુનિ ઇમ ભણે, મને પાર ઉતારો. એક૦ ૮
૯િ૧ વૈરાગ્યની સઝાયો જાઉં બલિહારી વૈરાગ્યની રે, જેના મનમાં એ ગુણ આયો રે, મોક્ષના મોતી એ જીવ નરભવ, સફલ તેણે પાયો રે. જાઉ૦ ૧ જેમ ભિખારીને ભાંગ્યો ઠીકરો, તેને તજવો દોહિલો હોય રે, ષટખંડ તજવા સોહિલા રે, જો વૈરાગ્ય મનમાં હોય રે. જાઉ૦ ૨ સંસારમાં નથી કોઈ કોઇનું રે, સૌ સવારથીયા સગા વહાલા રે, કર્મ ધર્મ સંયોગે સહુ સાંપડ્યાં રે, અંતે જાશે સહુ ઠાલા રે. જાઉ૦ ૩ મારૂં મારૂં મ કરો પ્રાણીયા રે, તારું નથી કોઈ એણી વેળા રે, ખાલી પાપના પોટલા બાંધવા રે, નરકમાં થાશે ઠેલમઠેલા રે. જાઉ૦ ૪ ગરજ સારે જો એહથી તો, સંસાર મુનિ કેમ છોડે રે ? પણ જુઠી બાજી છે સંસારની રે, ઇન્દ્રજાળની બાજી તોલે રે. જાઉ. પ નગારા વાગે માથે મોતના રે, કેમ નિશ્ચિંત થઇને સૂતો રે, મધુબિંદુ સુખની લાલચે રે, ખાલી કિચડમાં કેમ ખૂંતો રે. જાઉ. ૬ લાખ ચોરાસી જીવાયોનિમાં, નથી છૂટવાનો કોઈ આરો રે, એક જ મલ્લ વૈરાગ્ય છે રે, તમે ધર્મરતન સંભારો રે. જાઉ૦ ૦
૯૨ વૈરાગ્યની સઝાયો માનમાં માનમાં માનમાં રે, જીવ મારું કરીને માનમાં, અંતકાળે તો સર્વ મૂકીને, હરવું છે જઇ સ્મશાનમાં રે જીવ૦ ૧ વૈભવ વિલાસી પાપ કરો છો, મરી તિર્યંચ થાશો રાનમાં રે. જીવ૦ ૨
For Private And Personal Use Only