________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા શ્રેણીક એકદા, ચિત્રશાળા કરાવે રે; અનેક પ્રકારે મંડણી, દેખતાં મન મોહેરે. કર્મ૩ દરવાજે ગિર ગિર પડે, રાજા મન પસ્તાવે રે; પૂછે જોષી પંડિતા, બ્રાહ્મણ એમ બતાવે રે. કર્મ૪ બાળક બત્રીસ લક્ષણો, હોમી જે ઇણ ઠાણે રે; તો એ મહેલ પડે નહીં, ઇમ ભાખે વચણા અજાણો રે. કર્મ૫ રાજા ઢંઢેરો ફેરવે, જે આપે બાળ કુંવારો રે; તોળી આપું બરોબરી, સોનેચા ધન સારો રે. કર્મ ૬ ઋષભદત્ત બ્રાહ્મણ તિહાં વસે, ભદ્રા તસ ધરણી જાણો રે; પુગ ચાર સોહામણા, નિર્ધનિયો પુણ્ય હીણો રે. કર્મ છે બાષભદત્ત કહે નારને, આપો એક કુંવારો રે; ઘન આવે ઘર આપણે, થઈએ સુખિયાં સારો રે. કર્મ, ૮ નારી કહે વેગે કરો, આપો અમર કુમારો રે; હારે મન અણભાવતો, આંખ થકી કરો અળગો રે. કર્મ. ૯ વાત જણાવી રાયને, રાજા મનમાં હરખ્યો રે; કહે માગે તે આપીને, લાવો બાળ કુંવારો રે. કર્મ. ૧૦ સેવક પાછા આવીયા, ધન આપ્યો મન માન્યો રે; અમર કહે મોરી માતજી, મુને તમે મત આપજે રે. કર્મ. ૧૧ માતા કહે તુને શું કરું, હારે મન તું મૂવો રે; કામ કાજ કરે નહીં, ખાવાને જોઇએ સારો રે. કર્મ૧૨ આંખે આંસુ નાખતો, બોલે બાળ કુંવારો રે; સાંભળો મોરા તાતજી, તમે મુજને રાખો રે. કર્મ. ૧૩ તાત કહે હું શું કરું, મુજને તો તું પ્યારો રે; માતા વેચે તાહરી, મ્હારો નહિ ઉપાયો રે. કર્મ૦ ૧૪
For Private And Personal Use Only