________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જળ વહન કર્યું બાર વરસ લગે નીચનુ નોકર થઈને વર્યો ચંડાળ ઘેર જો; દુઃખ સહન કરવામાં મણા રાખી નહિ, તો પણ કમેં જરા ન કીધી હેર જો. સ૦૧૦ રાક્ષસી રૂપ કરાવી કીધી વિટંબના, તારામતીને ભરી સભાની માંહ્ય જો; નાગ ડસાવી મરણ પમાડ્યો રોહિતાશ્વને, વિખૂટ કર્યો તારામતીથી રાય જો. સ ૧૧ મૃતક અંબર લેવા પ્રેતાતે ગયો, ચંડાળના કહેવાથી નોકર રાય જો; આવી સુતાર કુમાર મૃતકને ઊંચકી, દહનક્રિયા કરવા મૂકી કાય જો. સ. ૧૨ રુદન કરતી છાતી ફાટ ને કૂટતી, ખોળામાં લઈને બાળક ઉપર પ્રેમ જો; એટલામાં હરિ આવ્યો દોડતો આગળ, ઓળખી રાણીને પૂછે કુશળક્ષેમ જો. સ. ૧૩ સુતારા કહે પુત્રમરણની આ દશા ! ચંડાળ થઈને મને વેચી દ્વિજ ઘેર જો; રાજપાટ ગયું કુટુંબ-કબીલો વેગળો, પુત્ર મરણથી વર્ચો કાળો કેર જો. સ૦ ૧૪ બાર વરસ લગે ભંગીપણું આપે કર્યું ચાકરડી પણું થયું મારે શિર તેમ જો; કુંવર ડસાડ્યો વનમાં કાષ્ઠ લેવા જતાં, સ્વામી ! હવે શું પૂછો છો કુશળક્ષેમ જો ? સ૦ ૧૫ પ્રભુ! હવે તો દુઃખની હદ આવી રહી, શિર પર ઊગવા બાકી છે હવે તૃણ જો; દુઃખ લખ્યું હશે કેટલું આપણા ભાગ્યમાં ? નાથ ! હવે તો માગું છું હું મરણ જો. સ. ૧૬ ગભરાયો નૃપ રાણીની વાતને સાંભળી, ધીરજ ધારી કર્યું હદય કઠિન જો; સહન કરીશ હું જેટલું જે દુઃખ આવશે, પણ સૂર્યવંશી થાશે નહિ કદી દીન જો. સ. ૧૦ આટલું બોલી પ્રેમનું બંધન તોડીને, મુખ ફેરવીને માગ્યું મૃતકનું વસ્ત્ર જો; રાયની સમસ્યા સુતારા સમજી નહિ, ફરી ફરી નૃપના હાથમાં દે છે પુત્ર છે. સ. ૧૮ પુત્રના શબનું કામ નથી હવે માહરે, ત્યારે શું કહો છો બોલો થઈ સન્મુખ જો; લજ્જા મૂકી અશ્રુથી સ્ત્રો ભરી નૃપ, માગ્યું અંબર મૃતકનું કરી ઉભુખ છે. સ૦ ૧૯
એટલામાં તો દેવે વૃષ્ટિ કરી પુષ્પની, સત્યવાદી તમો જય પામો મહારાજ જો; કસોટી કીધી દુઃખમાં નાખી આપને, ક્ષમા કરો તે સત્વતણા શિરતાજ જો. સ૦ ૨૦ દીધું વરદાન દેવે રાજ્ય આબાદીનું સજીવન કરી પુર ગયા દેવલોક જો; અંગરક્ષક મંત્રીશ્વર બન્ને આવીયા, શ્લાઘા થઈ છે નૃપની ત્રણે લોક જો. સ. ૨૧
For Private And Personal Use Only