________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦િ૦ શ્રી હરિચંદ્ર ગ્રુપની સઝાયો
દુિહો શ્રી ગુરુપદપંકજ નમી, સમરી શારદા માય; સત્યવાદી હરિશ્ચંદ્રની, ઉત્તમ કહું સજઝાય.
ઢિાળ સત્યશિરોમણિ હરિશ્ચંદ્ર, પૃથ્વીપતિ, નગરી અયોધ્યા જેની સ્વર્ગ સમાન જો; સુરગુરુ સમ વસુભૂતિ મંત્રી જેહનો, રાણી સુતારા ને કુમાર દેવ સમાન જો. સ. ૧ અવસર જાણી સુરપતિ એક દિન ઉચ્ચરે, હરિશ્ચંદ્રના ગુણ દેવને કરે જાણ જો; પ્રાણ જતાં પણ સત્યપણું છોડે નહિ, મનુષ્ય છતાં પણ કેટલા કરુ વખાણ ? સ૦ ૨ સ્વામીવચને શ્રદ્ધા નહિં બે દેવને, તેણે વિમુલ્ય તાપસો પુરની બાહ્ય જો; સુવર થઈને નાશ કર્યો આરામનો, પોકાર કરતો ગયો તાપસ પુરમાંહ્ય જો. સ૦ ૩ સાંભળી નૃપતિ ચાલ્યો તાપસ આશ્રમે, હાથમાં લઈને ખેંચ્યું તાણી તીર જો; ગર્ભિણી હરણીને વચમાં લાગી ગયું હરણી મરતાં કુળપતિ કૂટે શિર જો. સ૦ ૪ પશ્ચાતાપની સીમા ન રહી રાચને, કુળપતિ પાસે નૃપ નમાવી કાય જો; પ્રાયશ્ચિત્ત માટે રાજપાટ દઉં આપને, પાપ હત્યા જો લાગેલી મુજ જાય જો. સ. ૫ ઉપર લાખ સોનૈયા આપું પુત્રીને, પોષેલી મૃગલી જેણે દિવસ ને રાત જો; કુળપતિ કહે હું રાજા આજથી પુરનો, લાખ સોનિયા ધો વેચી તુમ જાત છે. સો ૬ રાજ્યને ત્યજતાં આડો મંત્રી આવિયો, ત્યારે તાપસે કીધો મંત્રી, કિર જો; કપિલ અંગરક્ષક વચમાં બોલિયો, તેને પણ કીધો જંબુક છાંડી નીર જો. સ૦ ૦ કસોટી કીધી દેવે રાજ્ય તજાવિયું તો પણ સત્યમાં અડગ રહ્યો છે ભૂપ જો; કાશી નગરીમાં જઈ ચૌટામાં રહી, વેચાણ માટે ત્રણે ઊભા ચૂપ જો. સ૦ ૮ | વેચાણ લીધી રાણીને એક બ્રાહ્મણે; કુમારને પણ વેચ્યો બ્રાહમણ ઘેર જો; પોતે પણ વેચાણો ભંગીને ઘરે, કર્મરાજાએ કીધો કાળો કેર જો. સ૦ ૯
For Private And Personal Use Only