________________
Shri Mahavir Jain Aradhana Kendra
***
www. kobatirth.org
વિભાગ-૨
ચૈત્યવહ્યો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સિદ્ધાચલજીના ચૈત્યવંદનો - ૧૦
+ ૩૧
શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, પુંડરીકગિરિ સાચો; વિમલાચલને તીર્થરાજ, જસ મહિમા જાયો. ||૧|| મુક્તિનિલય શતકૂટ નામ, પુષ્પદંત ભણીજે; મહાપદ્મને સહસ્રપત્ર, ગિરિરાજ કહીજે. ||૨|| ઇત્યાદિક બહુ ભાતશું એ, નામ જપો નિરધાર; ધીરવિમલ કવિરાજનો, શિષ્ય કહે સુખકાર. ॥૩॥
For Private And Personal Use Only
૨
વિમલ કેવલજ્ઞાનકમલા, કલિત ત્રિભુવન હિતકર; સુરરાજસંસ્તુતચરણપંકજ, નો આદિ જિનેશ્વર. ॥૧॥ વિમલ ગિરિવર શૃંગમંડન, પ્રવર ગુણગણ ભૂધરું; સુર અસુર કિન્નર કોડિ સેવિત, નમો આદિ જિનેશ્વર. ॥૨॥ કરતી નાટક કિન્નરીંગણ, ગાય જિનગુણ મનહ; નિર્જરાવલી નમે અહોનિશ, નમો આદિ જિનેશ્વર. ॥૩॥ પુંડરિક ગણપતિ સિદ્ધિ સાધિત, કોડિ પણ મુનિમનહ; શ્રીવિમલગિરિવરશૃંગ સિધ્યા, નમો આદિ જિનેશ્વર. ॥૪॥ નિજ સાધ્ય સાધક શૂર મુનિવર, કોડિનંત એ ગિવિ; મુક્તિરમણી વર્યાં રંગે, નમો આદિ જિનેશ્વર. [૫] ++++++++++++++++