________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પારણે કેશવ પુરા પોઢાડી, હું ભરવા ગઈ પાણી; શિવપુરી દુશ્મન રાયે ઘેરી, હું પાણિયારી લુંટાણી. રાજ શી. ૩ સુભટોએ નિજ રાચને સોંપી, રાયે કરી પટરાણી; સ્વર્ગના સુખથી પણ પતિ માધવ, વિસરી નહિ ગુણ ખાણી. રાજ શી. ૪ વરસ પંદરનો પુત્ર થયો તવ, માધવ દ્વિજ મુજ માટે; ભમતો યોગી સમ ગોખેથી, દીઠો જાતાં વાટે. રાજ શી૫ દાસી દ્વારા દ્વિજને બોલાવી, દ્રવ્ય દેઈ દુઃખ કાપ્યું; ચોદસ દિન મહાકાળી મંદિરમાં, મળશું વચન મેં આપ્યું. રાજ શી ૬ કારમી ચુંકે ચીસ પોકારી, મહિપતિને મેં કીધું; એકાકી મહાકાળી જાવા, તુમ દુઃખે મેં વ્રત લીધું. રાજ શી છે વિસરી બાધા કોપી કાળી, પેટમાં પીડા થઈ ભારી; રાય કહે એ બાધા કરશું, તતક્ષણ ચૂંક મટી મારી.રાજ શી ૮ ચૌદશને દિન રાજા રાણી, એકાકી પગપાળે; મહિપતિ આગળ ને હું પાછળ, પહોંચ્યા બૅઉ મહાકાળી. રાજ શી ૯ રાજાએ નિજ ખગ્ર વિશ્વાસે, મારા કરમાં આપ્યું; જબ નૃપ મંદિર માંહિ પેસે, તવ મેં તસ શિર કાપ્યું. રાજ શી. ૧૦ રાયને મારીને પતિને જગાડું, ઢઢોલતાં નવિ જાગે; નાગ હસ્યો પતિ મરણ થયો તવ, ઉભય ભ્રષ્ટ થઈ ભાગી.રાજ શી. ૧૧ નાઠી વનમાં ચોરે લૂંટી, ગણિકાને ઘેર વેચી; જાર પુરુષથી જારી રમતાં, કર્મની વેલ મેં સિંચી. રાજ શી. ૧૨ માધવ સુત કેશવ પિત્રુ શોધે, ભમી ગણિકાને ઘેર આવે; ધન દેખી જેમ દુગ્ધ મંજારી, ગણિકાને મન ભાવે રાજ શી. ૧૩ ગણિકાએ દ્વિજ મુજને સોંપ્યો, જાણ્યું ન મેં લલચાવ્યો; ધિક્ ધિક્ પુત્રથી જારી ખેલું, કર્મે નાચ નચાવ્યો. રાજ શી. ૧૪
For Private And Personal Use Only