________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૮ સુભદ્રાસતીની સઝાયો
(રાગ- આતમ ધ્યાનથી રે) ધન ધન જિનદત્ત અંગા, ધન તેહનો અવતારજી; નામે સુભદ્રા જાણીયે, સતીઓમાં શીરદારજી. ૧ સુભદ્રાજીને વરવા કાજે, આવ્યાં વર અનેક; પણ શ્રાવક વિણ નહીં દઉં, એવી શેઠની ટેક. ૨ એક દિન ચંપાથી આવીયો, બોદ્ધ અદ્ધિ બુદ્ધિદાસ; સુશ્રાવિકાના રૂપથી, થયો મોહ મન જાશ. ૩ કરી કપટ શ્રાવક થઈ, સુણે ધર્મ સદા; અનુક્રમે સાચો શ્રાવક થયો, જાણી તત્ત્વ હિતદાય. ૪ ધર્મ પ્રભાવ પામીયો, સતી સુભદ્રા નાર; પતિ સહ ચંપાએ આવી, કરે જિનધર્મ સદાય. ૫ બુદ્ધ ધર્મ ધમ સાસુથી, મહાસતી પામી આળ; શાસનદેવી સહાયથી, ભાંગી સવિ જંજાળ. ૬ શીલવ્રતના પ્રભાવથી, ખોલ્યા ચંપાના દ્વાર; શાસન પ્રભાવના કરી, કર્યા સફલ અવતાર. o ભૂપાદિક બોધ પામીયા, વન્ય જયજયકાર; રોજ સ્મરે તેહ પામશે, અમૃતપદ શ્રીકાર. ૮
( ૯ શ્રી કામલતાની સઝાયો
(રાગ-આતમ ધ્યાનથી રે સંતો) શી કહું કથની મારી રાજ, શી કહું કથની મારી,
મને કર્મે કરી મહિયારી રાજ. શી. ૧ શિવપુરના માધવદ્વિજની, હું કામલતાભિધ નારી; | રૂપ કલા ભરયૌવન ભારી, ઉરવશી રંભા હારી. રાજ શી. ૨
For Private And Personal Use Only