________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૦૦
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાત જ મારો બંધન પડીયો, માતા મરણ જ પામી; મસ્તકની વેણી કતરાણી, ભોગવી મેં દુઃખ ખાણી. નાથ વીર૦ ૩
મોંઘી હતી હું રાજ કુટુંબમાં, આજે હું ત્રણ ઉપવાસી; સુપડાને ખૂણે અડદના બાકુલા, શું કહું દુઃખની રાશિ. નાથ વીર૦ ૪ શ્રાવણ ભાદરવા માસની પેરે, વરસે આંસુડાની ધારા; ગદ્ગદ્ કંઠે ચંદનબાળા, બોલે વચન કરૂણા નાય વીર૦ ૫ દુઃખ એ સઘળું ભલું પૂર્વનું આપના દર્શન થાતા; દુઃખ એ સઘળું હૈયે જ આવે, પ્રભુ તુમ પાછા જાતા. નાથ વીર૦ ૬
ચંદનબાળાની અરજ સુણીને, નીર નયનમાં નિહાળે; બાકુળા લઈ વીર પ્રભુજી પધારે, દયા કરી દીનદયાળે. નાથ વીર૦ ૭
સોવન કેરી ત્યાં થઈ વૃષ્ટિ, સાડી બાર કોડી સારી; પંચ દિવ્ય તત્કાલે પ્રગટ્યા, બંધન સર્વ વિદારી. નાથ વીર૦ ૮
સંજમ લઇને કાજ સુધાર્યાં, ચંદનબાળા કુમારી; વીર પ્રભુની શિષ્યા પહેલી, પંચમહાવ્રત ધારી. નાથ વીર૦ ૯
કર્મ ખપાવી મુક્તિ સીધાવ્યા, ધન્ય સતી શિરદાર; વિનયવિજય કહે ભાવ ધરીને, વંદું હું વારંવાર. નાથ વીર૦ ૧૦ ૬૫ શ્રી ચંદનબાળાની સઝાય
(વીર પ્રભુનો ચૂડો)
(રાગ - ઓલી ચંદનબાળાને બારણે)
તારા મુખડા ઉપર જાઉં વારી રે,વીર મારાં મન માન્યા, તારા દર્શનની બલિહારી રે વીર, મુઠી બાકુળા માટે આવ્યા રે; મને હેત ધરી બોલાવ્યા રે. વીર. ૧
પાયે કીધી ઝાંઝરની ઝેણ વીર,
માથે કીધી મુગટની વેણ રે; વીર. પ્રભુ શાસનનો એક રૂડો રે વીર. મેં તો પહેર્યો તારા નામનો ચૂડો રે. ૨
For Private And Personal Use Only
+++++++