________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
**********
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
કહેણ ન માન્યું રે તાતનું, પૂરવ કર્મ વિશેષ;
નટ થઈ શીખ્યો રે નાચવા, ન મટે લખ્યા રે લેખ, કર્મ૦ ૩
એકપૂર આવ્યો રે નાચવા, ઊંચો વાંસ વિશેષ; તિહાં રાય જોવાને આવીયો, મલીયા લોક અનેક, કર્મ૦ ૪
ઢોલ બજાવે રે નટડી, ગાવે કિન્નર સાદ; પાય તલ ઘુઘરા રે ઘમઘમે, ગાજે અંબર નાદ. કર્મ૦ ૫
દોય પગ પહેરી રે પાવડી, વંશ ચઢ્યો ગજ ગેલ; નોંધારો થઈ નાચતો, ખેલે નવ નવા ખેલ. કર્મ ૬
નટડી રંભા રે સારખી, નયણે દેખે રે જામ; જો અંતેઉરમાં એ રહે, જન્મ સફળ મુજ તામ. કર્મ૦ ૭
તવ તિહાં ચિંતે રે ભૂપતિ, લુબ્ધો નટડીની સાથ; જો નટ પડે રે નાચતો, તો નટડી કરું મુજ હાથ. કર્મ ૮
કર્મ વશે રે હું નટ થયો, નાચું છું નિરાધાર; મન નવિ માને રે રાયનું, તો શું કરવો વિચાર. કર્મ૦ ૯
દાન ન આપે રે ભૂપતિ, નટે જાણી તે વાત; હું ધન વંછુ રે રાયનું, રાય વંછે મુજ ઘાત. કર્મ૦ ૧૦
દાન લહું જો હું રાચનું, તો મુજ જીવિત સાર; એમ મનમાંહે રે ચિંતવી, ચઢીઓ ચોથી રે વાર. કર્મ ૧૧
થાલ ભરી શુદ્ધ મોદકે, પદ્મિણી ઉભેલી બાર; લ્યો લ્યો કહે છે લેતા નથી, ધન ધન મુનિ અવતાર. કર્મ૦ ૧૨
એમ સિંહા મુનિવર વહોરતા, નટે પેખ્યા મહાભાગ્ય; ધિક્ ધિક્ વિષયા રે જીવને, એમ નટ પામ્યો વૈરાગ્ય કર્મ૦ ૧૩
સંવર ભાવે રે કેવલી, થયા તે કર્મ ખપાય; કેવલ મહિમા રે સુર કરે, લબ્ધિવિજય ગુણ ગાય. કર્મ૦ ૧૪
For Private And Personal Use Only
+++++++++++++++++++++++++++