________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવા પણ મોટા તિજી, મન ન આણે રે રોષ; આતમ નિંદે આપણો જી, સોનીનો શો દોષ ? મેતારજ૦ ૦ ગજસુકુમાલ સંતાપીયાજી, બાંધી માટીની પાળ; ખેર અંગારા શિરે ધર્યાજી, મુગતે ગયા તત્કાળ. મેતારજ૦ ૮ વાઘણે શરીર વલુરીયું જી, સાધુ સુકોશલ સાર; કેવલ લહી મુગતે ગયાજી, ઇમ અરણિક અણગાર. મેતારજો ૯ પાપી પાલકે પીલીયાજી, ખંધકસૂરિના રે શિષ્ય; અંબડ ચેલા સાતશેજી, નમો નમો તે નિશદિન. મેતારજ૦ ૧૦ એવા ત્રઢષિ સંભારતાજી, મેતારજ ગઢષિરાય; અંતગડ હુઆ કેવલીજી, વંદો મુનિના પાય. મેતારજ૦ ૧૧ ભારી કાષ્ટની સ્ત્રીએ તિહાંજી લાવી નાંખી તેણીવાર; ધબકે પંખી જાગીરોજી, જવલા કાયા તેણે સાર. મેતારજ૦ ૧૨ દેખી જવલા વિષ્ટામાંજી, મન લાજ્યો સોનાર; ઓઘો મુહપતિ સાધુનાજી, લેઈ થયો અણગાર. મેતારજ૦ ૧૩ આતમ તાર્યો આપણોજી, સ્થિર કરી મન વચ કાય; સજાવિજય રંગે ભાણેજી, સાધુ તણી એ સઝાય. મેતાર૪૦ ૧૪
૩િ૨ શ્રી ઇલાચીપુત્રની સઝાચો નામે ઇલાચી પુત્ર જાણીએ, ધનદત્ત શેઠનો પુત્ર, નટડી દેખીને મોહીયો, નવિ રાખ્યું ઘર સૂગ; કર્મ ન છૂટે રે પ્રાણીચા, પૂરવ સ્નેહ વિકાર, નિજ કુલ ઝંડી રે નટ થયો, નાણી શરમ લગાર. કર્મ૧ માતાપિતા કહે પુત્રને, નટ નવિ થઈએ રે જાત; પુત્ર પરણાવું રે પદ્મિણી, સુખ વિલસો તે સંઘાત. કર્મ૨
For Private And Personal Use Only