________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
-
અમૃત ઝરે તુજ મુખરૂપી, ચંદ્રથી તો પણ પ્રભુ, ભિંજાય નહિ મુજ મન અરેરે !, શું કરું હું તો વિભુ, પત્થર થકી પણ કઠણ મારું, મન ખરે ક્યાંથી દ્રવે ? મરકટ સમા આ મન થકી, હું તો પ્રભુ હાર્યો હવે. ૭ ભમતાં મહા ભવસાગરે પામ્યો પસાથે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં, તે પણ ગયા પરમાદના, વશથી પ્રભુ કહું છું ખરું, કોની કને કિરતાર આ પોકાર હું જઇને કરું ? ૮ ઠગવા વિભુ આ વિશ્વને, વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન, લોકને કરવા કર્યા, વિધા મચ્યો વાદ માટે, કેટલી કથની કહું ? સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું. ૯ મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને, ને નેમને નિંદિત કર્યા, પરનારીમાં લપટાઈને, વળી ચિત્તને દોષિત કર્યું, ચિંતી નઠારું પરતણું, હે નાથ ! મારું શું થશે, ચાલાક થઈ ચૂક્યો ઘણું. ૧૦ કરે કાળજાને કતલ પીડા, કામની બિહામણી, એ વિષયમાં બની અંધ હું, વિડંબના પામ્યો ઘણી, તે પણ પ્રકાશ્ય આજ લાવી, લાજ આપ તણી કને, જાણો સહું તેથી કહું, કર માફ મારા વાંકને. ૧૧ નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રનાં વાક્યો વડે, હણી આગમોની વાણીને, કુદેવની સંગત થકી, કર્મો નકામાં આચર્યા, મતિભમ થકી રત્નો ગુમાવી, કાચ કટકા મેં ગ્રહ્યા. ૧૨ આવેલ દૃષ્ટિમાર્ગમાં, મૂકી મહાવીર આપને, મેં મૂઢધીએ હૃદયમાં, દયારા મદનના ચાપને,
For Private And Personal Use Only