________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આગે અરણિક મુનિવરા, ફરી પાછા ઘરે આવ્યા રે, નાટકણી નેહે કરી, આષાઢાભૂતિ ભોળાયા રે. માચ૦ ૪ વેશ્યા વશ પડિયા પછી, નંદિષેણ નગીનો રે; આદ્રદેશનો પાટવી, આદ્રકુમાર કાં કિનો રે. માય૦ ૫ સહસ વરસ સંજમ લીયો, તો હી પાર ન પાયા રે; કંડરીક કરમે કરી, પછી ઘણું પસ્તાચા રે. માયા૬ મુનિવર શ્રી રહનેમીજી, નેમિકિણેસર ભાઈ રે; રાજીમતી દેખી કરી, વિષચતણી મતિ આઈ રે. માય છે દીક્ષા છે વચ્છ દોહિલી, પાળવી ખાંડાની ધાર રે; અરસ નિરસ અન્ન જમવું, સુવું ડાભ સંસાર રે. માય૦ ૮ દીક્ષા છે વચ્છ ! દોહિલી, કહ્યું અમારું કીજે રે; પરણો પનોતા પદ્મિણી, અમ મનોરથ પૂરીજે રે. માય૦ ૯ જંબૂ કહે જનની સુણો, ધન્ય ધન્નો અણગારો રે, મેઘ મુનિસર મોટકો, શાલિભદ્ર સંભારો રે. જંબૂ૦ ૧૦ ગજસુકુમાલ ગુણે ભર્યો, આતમ સાધન કીધો રે; ષાસી તપને પારણે, ટંટણે કેવળ લીધો રે. જંબૂ૦ ૧૧ દશાર્ણભદ્ર સંચમ લહી, પાય લગાડ્યો ઇંદો રે; પ્રસન્નચંદ્ર કેવલ લહી, પામ્યો છે પરમાનંદો રે. જંબૂ ૧૨ એમ અનેક મુનિવર હુઆ, કહેતા પાર ન પાવે રે; અનુમતિ ધો મોરી માવડી, ક્ષણ લાખીણો જાય રે. જંબૂ૦ ૧૩ પાંચસે સત્તાવીશ સાથે. જંબૂકુમાર પરિવરીઓ રે; પંચ મહાવ્રત ઉચ્ચરી, ભવજલ સાયર તરીચો રે. જંબૂ૦ ૧૪ જંબૂ ચરમ જ કેવલી, તાસ તણાં ગુણ ગાયા રે; પંડિત લલિતવિજય તણા, હેતવિજય સુપસાયા રે. જંબૂ ૧૫
For Private And Personal Use Only