________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુપણું સ્વામી નહીં રહે, મિથ્યાવદ્ નહીં લેશજી; દેખી રે નાટારંભ માહરો, તજશો સાધુનો વેષજી. જોગo ૧૮ વિધવિધ આભૂષણો ધારીને, સજી રૂડા શણગારજી; પ્રાણ કાઢી નાંખે તાહરો, ફૂદી કૂદી આ વારજી. આશા. ૧૯ તો પણ સામું જ નહિ, ગણું વિષ સમાનજી; સૂર્ય ઉગે પશ્ચિમ કદી, તો પણ છોડું ન માનજી. આશા. ૨૦ વિધ વિધ નાટક મેં કર્યા, સ્વામી આપની પાસજી; તો પણ સામું જોઈ તુમે, પૂરી નહિં મુજ આશજી;
હાથ રે ગ્રહો હવે માહરો. ૨૧ હસ્ત જડી હવે વિનવું, પ્યારા પ્રાણ જીવનજી; બાર વરસની પ્રીતડી, યાદ કરો તમે મનજી. હાથ૦ ૨૨ ચેત ચેત કોશ્યા સુંદરી, શું કહું વારંવારજી; આ સંસાર અસાર છે, નથી સાર લગારજી
સાર્થક કરો હવે દેહનું ૨૩ જન્મ ધરી આ સંસારમાં નવિ ઓળખ્યો ધર્મજી; વિધ વિધ વૈભવ ભોગવ્યા, કીધા ઘણાં કુકર્મજી. સાર્થક. ૨૪ તે સહુ ભોગવવું પડે, મૂઆ પછી તમામજી; અધર્મી પ્રાણીને મલે નહિ, શરણું કોઈ ઠામજી. સાર્થક ૨૫ સિન્હ રૂપી સંસારમાં, માનવ મીન રૂપ ધાર; જંજાળ જાલ રૂપી ડગડગે, કાળરૂપી મચ્છીમારજી. સાર્થક ૦ ૨૬ વિષય રસ વ્હાલો ગણી, લીધાં સુખ અપારજી; ધર્મના કાર્ચ કર્યા નહીં રાખી ભોગની આશજી,
ઉદ્ધાર કરો મુનિ હવે માહરો. ૨૦ વ્રત ચૂકાવવા આપનું, કીધાં નાચ ને ગાનજી; છેડ કરી મુનિવર આપની, બની છેક અજ્ઞાનજી. ઉદ્ધાર૦ ૨૮
For Private And Personal Use Only