________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પકવાન જમ્યા બહુ ભાત, ઉપર ચોસઠ શાકની જાત;
તોયે ન ધરી વિષયની વાત રે. સ્થૂલિ૦ ૪ કોશ્યા સજતી સોળ શણગાર, કાજલ કુમકુમ ને ગળે હાર;
પગવટ અંગૂઠી વીછુવા સાર રે. સ્થૂલિ૦ ૫ દ્વાદશ ધપમપ માદલ વાજે, ભેરી ભેગલ વિણા ગાજે
એમ રૂપે અપ્સરા વિરાજે રે. યૂલિ૦ ૬ કોશ્યાએ વાત વિષયની વખાણી, સ્થૂલિભદ્ર હૃદયે નવિ આણી;
હું તો પરણ્યો સંયમ પટરાણી રે. સ્થૂલિ૦૦ એહવા બહુવિધ નાટક કરીયા, સ્થૂલિભદ્ર હૃદયે નવિ ધરીયાં;
સાધુ સમતા રસના દરિયા રે. સ્થૂલિ૦ ૮ સુખ એણે જીવે અનુભવ્યો, કાળ અનંતો એમ ગયો;
તોયે તૃપ્તિ જીવ ન પામ્યો રે, સ્થૂલિ૦ ૯ વેશ્યાને કીધી સમકિતધારી, વિષયસુખના રસથી નિવારી;
એવા સાધુને જાઉં બલિહારી રે. સ્થૂલિ૦ ૧૦ એહવે પૂરું થયું ચોમાસુ, સ્થૂલિભદ્ર આવ્યા ગુરુ પાસ,
દુષ્કર દુષ્કર વ્રત ઉલ્લાસ રે. સ્થૂલિ૦ ૧૧ નામ રાખ્યું છે જગમાંહે, ચોરાશી ચોવીશી માહે;
સાધુ પહોચ્યાં છે દેવલોકમાંહિ રે. સ્થૂલિ૦ ૧૨ પંન્યાસ હસ્તિવિજય કવિરાય, એવા સુગુરુતણે પસાય;
શિષ્ય ખુશાલવિજય ગુણ ગાય રે. સ્થૂલિ૦ ૧૩ ( શ્રી સ્કૂલિભદ્રની સઝાયો
(રાગ-સુણો ચંદાજી સીમંધર) અહો મુનિવરજી માહરી ઉપર, મહેર કરી ભલે આવીયા; હું વાટ તમારી જેતી'તી તુમ વિરહે નયણાં ભરતી'તી.
વળી દેવને ઓલંભા દેતી'તી અહો. ૧
For Private And Personal Use Only