________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૧૪
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
•*•
હાંરે મારે ચૌદ સહસ મુનિવરની સાથે સાથજો, સુધા રે તપ સંયમ શીયલે અલંકર્યાં રે લોલ. ૨ હાંરે મારે ફૂલ્યા રશભર ઝુલ્યા અંબ કદંબ જો, જાણું રે ગુણશીલવન હસી રોમાંચીયો રે લોલ; હાંરે મારે વાયા વાય સુવાચ તિહાં અવિલંબજો, વાસે રે પરિમલ ચિઠું પાસે સંચિયો રે લોલ. ૩ હાંરે મારે દેવ ચતુર્વિઘ આવે કોડાકોડજો, ત્રિગડું રે મણિ હેમ રજતનું તે રચે રે લોલ; હાંરે મારે ચોસઠ સુરપતિ સેવે હોડાહોડજો, આગે રે રસ લાગે ઇન્દ્રાણી નાચે રે લોલ. ૪
હાંરે મારે મણિમય હેમ સિંહાસન બેઠા નાથજો, ઢાળે રે સુર ચામર મણિ રત્ન જડ્યાં રે લોલ; હાંરે મારે સુણતાં દભિ નાદ ટળે સવિ તાપજો, વરસે રે સુર ફૂલ સરસ જાનું અડ્યાં રે લોલ. ૫ હાંરે મારે તાજે તેજે ગાજે ધન જેમ લુંબજો, રાજે રે જિનરાજ સમજાવે ધર્મને રે લોલ; હારે મારે નિરખી હરખી આવે જન મન લુંબજો, પોષેરે રસ ન પડે ઘોષે ભર્મમાં રે લોલ. ૬ હાંરે મારે આગમ જાણી જિનનો શ્રેણિકરાયજો, આવ્યો રે પરિવરિયો હય ગય રથ પાયગે રે લોલ; હાંરે મારે દેઈ પ્રદક્ષિણા વંદી બેઠો ઠાયજો, સુણવા રે જિનવાણી મોટે ભાચગે રે લોલ. ૭
For Private And Personal Use Only
*****
હાંરે મારે ત્રિભુવન નાયક લાયક તવ ભગવંત જો, આણી રે જન કરૂણા ધર્મકથા કહે રે લોલ; હાંરે મારે સહજ વિરોધ વિસારી જગના જંતુજો, સુણવા રે જિનવાણી મનમાં ગહગહે રે લોલ. ૮
++++++++++