________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોળ વરસની સા થઈ રે, પામી ચૌવન વેશ; દુર્ગભ પણ પરણે નહિ રે, માતપિતા ધરે ખેદ રે. પ્રા. ૬ તેણે અવસરે ઉધાનમાં રે, વિજયસેન ગણધાર; - જ્ઞાન રચણ ચણાચરુ રે ચરણ કરણ વ્રતધાર રે. પ્રા૭ વનપાલક ભૂપાલને રે, દીવી વધાઈ જામ; ચતુરંગી સેના સજી રે, વંદન જાવે તામ રે. પ્રા. ૮ ધર્મ દેશના સાંભળે રે, પુરજન સહિત નરેશ; વિકસિત નયન વદન મુદા રે,નહિ પ્રમાદ પ્રવેશ રે. પ્રા. ૯ જ્ઞાન વિરાધન પરભવે રે, મુરખ પર આધીન; રોગે પડ્યા ટળવળેરે, દીસે દુઃખીચા દીન રે. પ્રા. ૧૦ જ્ઞાન સાર સંસારમાં રે, જ્ઞાન પરમ સુખ હેત; જ્ઞાન વિના જગજીવડા રે, ન લહે તત્ત્વ સંકેત છે. પ્રા. ૧૧ શ્રેષ્ઠી પૂછે મુણીંદને રે, ભાખો કરુણાવંત; ગુણમંજરી મુજ અંગજા રે, કવણ કરમ વિરતંત રે. પ્રા. ૧૨
ઢાળ ત્રીજી ધાતકી ખંડના ભરતમાં, ખેટક નચર સુકામ; વ્યવહારી જિનદેવ છે, ગૃહિણી સુંદરી નામ. ૧ અંગજ પાંચ સોહામણા, પુત્રી ચતુરા ચાર; પંડિત પાસે શિખવા, તાતે મૂક્યા કુમાર. ૨ બાલ સ્વભાવે રમત, કરતાં દહાડા જાય; પંડિત તેને મારે ત્યારે, મા આગળ કહે આચ. ૩ સુંદરી શંખણી શીખવે, ભણવાનું નહિ કામ; પંડ્યો આવે તેડવા, તો તાસ હણજો તામ. ૪
For Private And Personal Use Only