________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધયક્ર સેવા કરો રે લાલ, જિમ તરો એહ સંસાર. ભવિપ્રાણી રે૧૪ રદ્ધિ કીર્તિ ચેતન લહે રે લાલ, અમૃતપદ સુખસાર ભવિપ્રાણી રે; એ નવપદ ધ્યાનથી રે લાલ, સવિ સંપદ શ્રીકાર ભવિપ્રાણી રે. ૧૫
૧૪) સહુ ચાલો ભવિજન જઇએ નમી વંદીને પાવન થઈએ;
સિદ્ધચક્ર સિદ્ધિનાં નવસ્થાન છે, પહેલે પદ અરિહંત તે ઉજ્જવલ વર્ણ સંત શ્રેણીક રાજા,
આરાધે ગુણનું ધામ છે. ૧ બીજે પદે વળી સિદ્ધ, છે રાતા વર્ષે પ્રસિદ્ધ, શ્રીપાલ રાજા,
અનંત ગુણોનું ધામ છે. ૨ ત્રીજે પદ વળી આચાર્ય, તે પીળા વર્ષે ઉદાર; ગુણ છત્રીસ,
પંચાચારનું તો કામ છે. ૩ ચોથે પદે વિજ્રાય, તે નીલા વર્ષે મનાય; ગુણ પચવીશ,
ગુણોની એ તો ખાણ છે. ૪ પાંચમે પદે સાધુ, શ્યામ વર્ષે હું આરાધુ ગુણનું ભાજન,
સત્યાવીશનું ધ્યાન છે. ૫ છઠું પદે દર્શન, દેખીને ચિત્ત પ્રસન્ન; ઉજવલ વર્ષે,
સડસઠ ભેદોનું એ સ્થાન છે. ૬ સાતમે પદે નાણ, એકાવન ભેદે જાણ; ગુણથી ધોળું,
સાચવવાનું એ કામ છે. ૭ આઠમે પદે ચારિત્ર, તે કરે આતમ પવિત્ર શુક્લ વણે,
સિત્તેર ભેદની ખાણ છે. ૮ નવમે પદે વળી તપ, મોક્ષનો મારે ખપ; સફેદ વર્ણો,
પચાસ ભેદોનું એ કામ છે. ૯
For Private And Personal Use Only