________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસો ચૈત્રની શુદિ સાતમથી, પૂનમ લગી પ્રમાણ. ભવિ. એમ એકયાસી આંબિલ કીજે, વરસ સાડાચારનું માન. ભવિ૦ ૩ પડિક્કમણાં દોય ટંકના કીજે, પડિલેહણ બે વાર. ભવિ. દેવવંદન ગણ ટંકના કીજે, દેવ પૂજો શિકાળ. ભવિ ૪ બાર, આઠ, છત્રીસ, પચવીશ ને, સત્તાવીશ સડસઠ સાર. ભવિ. એકાવન, સિત્તેર, પચાસનો, કાઉસ્સગ્ગ કરો સાવધાન. ભવિ૦ ૫ એક એક પદનું ગણણું ગણીચે, ગણીયે દોય હજાર. ભવિ. એણી વિધે છે એ તપ આરાધે, તે પામે ભવ પાર. ભવિ. ૬ કરજોડી સેવક ગુણ ગાવે, મોહન ગુણ મણિમાલ ભવિ. તાસ શિષ્ય મુનિ હેમ કહે છે, જન્મ મરણ દુઃખ ટાળ. ભવિ૦ ૦
નવપદનો મહિમા સાંભળજે, સહુને સુખડું થાશે જી; નવપદ સ્મરણ કરતાં પ્રાણી, ભવભવના દુઃખ જાતે જી. નવ૦ ૧ નવપદના મહિમાથી પ્યારે, કુષ્ટ અઢારે જાવે છે; ખાંશીખવનને રોગની પીડા, પાસે કદિ નવિ આવે છે. નવ૦ ૨ અરિ કરી સાગર જલણ જલોદર, બંધનના ભય જાશે જી; ચોર ચરડ ને શાકણ ડાકણ, તસ નામે દૂર નાસે જી. નવ૦ ૩ અપુત્રીયાને પુત્રો હોવે, નિરધનીચા ધન પાવે છે; નિરાશંસપણે ધ્યાન ધરે છે, તે નર મુક્ત જાવે છે. નવ૦ ૪ શ્રીમતીને એ મંત્ર પ્રભાવે, સર્પ થયો ફૂલમાલ જી; અમરકુમાર નવપદ મહિમાથી, સુખ પામ્યો સુરસાલજી નવ૦ ૫ મયણા વચણાએ સેવ્યા નવપદ, શ્રી શ્રીપાલ ઉલ્લાસે જી; રોગ ગયો ને સંપદા પામ્યા, નવમે ભવે શિવ જાશે જી. નવ૦ ૬
For Private And Personal Use Only