________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
+++++
૩૯૩
ફુલપગર ભરે સુર, વાજે દુંદુભિ નાદ, નમે સકળ સુરાસુર, છાંડી સવિ પ્રમાદ; ચિહ્ન રૂપે સોહે, ધર્મ પ્રકાશે ચાર, ચોવિશમો જિનવર, આપે ભવનો પાર. ૫ પ્રભુ વર્ષ બોહોતેર, પાળી નિર્મળ આય, ત્રિભુવન ઉપકારી, તરણ તારણ જિનરાય, કાર્તિક માસે દિન, દીવાળી નિર્વાણ, પ્રભુ મુક્તે પોંત્યા પ્રણમે નિત્ય કલ્યાણ. ૬
કળશ
ઇમ વીર જિનવર સચલ સુખકર, નામે નવનિધિ સંપજે; ઘર ૠદ્ધિ વૃદ્ધિ સિદ્ધિ પામે, એક મને જે નર ભજે. ૧ તપગચ્છ ઠાકર ગુણ વીરાગર હીરવિજય સૂરીશ્વરરૂં હંસરાજ વંદે મન આણંદે, કહે ધન્ય એ મુજ ગુરૂ. ૨ શ્રી નવપદજીના સ્તવનો- ૧૪
ઓ ભવિ પ્રાણી રે ! સેવો, સિદ્ધચક્ર ધ્યાન સમો નહિ મેવો;
જે સિદ્ધચક્ર આરાધે,તેની કીરતિ જગમાં વાધે. ઓ ! ભવિત ૧
પહેલે પદે રે અરિહંત, બીજે સિદ્ધ બુદ્ધ ધ્યાન મહંત; ત્રીજે પદે રે સૂરીશ્વર ચોથે ઉવજઝાયને પાંચમે મુનીશ્વર. ઓ ! ભવિ૦ ૨
છઠ્ઠું દરિશન કીજે, સાતમે જ્ઞાનથી શિવસુખ લીજે; આઠમે ચારિત્ર પાળો, નવમે તપથી મુક્તિ ભાળો. ઓ ! ભવિ૦ ૩
ઓળી આંબીલની કીજે, નવકારવાળી વીશ ગણીજે; ત્રણે ટંકના રે દેવવદંન, પડિલહેણ પડિક્કમણાં આંબેલ. ઓ ! ભવિ ૪ ગુરુમુખ કિરિયા રે કીજે, દેવગુરુ ભક્તિ ચિત્તમાં ધરીજે;
એમ કહે રામનો શિષ્ય, ઓળી ઉજવજો જગદીશ ઓ ! ભવિ૦ ૫
શ્રી સિદ્ધચક્ર આરાધીયે, શિવસુખ ફળ સહકાર લાલ રે; જ્ઞાનાદિક ત્રણ રત્નનું, તેજ ચઢાવણહાર લાલ રે. શ્રી સિદ્ધ૦ ૧ +++++++++++++++
For Private And Personal Use Only