________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગટ્યો પૂરણ રાગ મેરે પ્રભુજી, પ્રગટ્યો પૂરણ રાગ; જિન ગુણચંદ્ર કિરણશું ઉમટ્યો, સહજ સમુદ્ર અથાગ. પ્રભુ.... ૧
ધ્યાતા ધ્યેય ભયે દોઉ એકહું મિટ્યો ભેદકો ભાગ... કુલ વિદારી છલે જબ સરિતા, તબ નહિ રહત તડાગ. પ્રભુ. ૨ પૂરણ મન સબ પૂરણ દિસે, નહિ દુવિધાકો લાગ... પાઉ ચલત પનહિ જ પહેરે, તસ નહિં કંટક લાગ. પ્રભુ.. ૩ ભયો પ્રેમ લોકોત્તર જૂઠો, લોક બંધ કો ત્યાગ... કહો કોઉ કુછ હમ નવિ રૂચે, છુટી એક વીતરાગ. પ્રભુ... ૪ વાસિત હૈ જિન ગુણ મુજ દિલકું, જેસો સુરતરૂ બાગ.. ઔર વાસના લગે ન તાકું. જસ કહે તું બડભાગ. પ્રભુ. ૫
આજ મારા પ્રભુજી સામું જુઓને, સેવક કહીને બોલાવો રે; એટલે હું મનગમતું પામ્યો, રૂઠડાં બાલ મનાવો. મોરા સાંઈરે. આજ૦ ૧ પતિત પાવન શરણાગત વત્સલ, જશ જગમાં ચાવો રે; મન રે મનાવ્યા વિણ નવિ મૂકું, એહિ જ મારો દાવો. મોરા૦ આજ૦ ૨ કબજે આવ્યાં હવે નહિ મુકું, જિહાં લગે તુમ સમ થાવું રે; જો તુમ ધ્યાન વિના શિવ લહીએ, તો તે દાવ બતાવો. મોરા આજ૦ ૩ મહાગોપ ને મહાનિર્ચામક, ઇણિ પરે બિરૂદ ધરાવો રે; તો શું આશ્રિતને ઉદ્ધરતાં, બહુ બહું શું કહાવો. મોરા આજ ૪ જ્ઞાનવિમલ ગુરનો નિધિ મહિમા, મંગલ એહિ વધાવો રે; અચલ અભેદપણે અવલંબી, અહનિશ એહિ દિલ ધ્યાવો. મોરા આજ પ
For Private And Personal Use Only