________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુષ્કલાવતી વિજયે વસો, કાંઈ નચરી પુંડરીકિણી સાર; હો.મુ. સત્યકી નંદન વંદના, અવધારો ગુણ ધામ. હો. મુ.શ્રી. ૮ શ્રી શ્રેયાંસનૃપ કુળચંદલો, રૂક્ષ્મણી રાણીનો કંત; હો મુ. વાચક રામવિજય કહે તુમ ધ્યાને હો મુજ ચિત્ત. હો. મુ.શ્રી. ૯
વિશ વિહરમાન તીર્થંકરનું સ્તવના
સીમંધર, યુગમંધર બાહુ, ચોથા સ્વામી સુબાહુ, જંબૂઢીપ વિદેહે વિચરે, કેળલ કમલા નાહો; રે ભવિકા ! વિહરમાન જિન વંદો, આતમ પાપ નિકંદોરે. ભવિકા ૧ સુજાત, સ્વયંપ્રભ, કાષભાનન, અનંતવીર, ચિત્ત ધરિયે; સુરપ્રભ, સુવિશાળ, વજંધર, ચંદ્રાનન ધાતકીચે રે. ભવિકા ૨ ચંદ્રબાહુ, ભુજંગ ને ઇશ્વર, નેમિનાથ, વીરસેન, દેવજશા, ચંદ્રકશા, અતિવીર્ય, પુષ્કરદ્વીપ પ્રસન્ન રે. ભવિકા૦ ૩ આઠમી-નવમી-ચોવીસ-પચવીશમી, વિદેહ વિજય જયવંતા; દશલાખ કેવળી સો કોડ સાધુ, પરિવારે ગહગહંતા રે. ભવિકા ૪ ધનુષ પાંચસે ઉંચી સોહે, સોવન વરણી કાયા; દોષ રહિત સુર મહિત મહીતળ, વિચરે પાવન પાચા રે. ભવિકા ૫ ચોરાશી લાખ પૂરવ જિન જીવિત, ચોત્રીશ આતિશચધારી; સમવસરણ બેઠા પરમેશ્વર, પડિબોહે નરનારી રે. ભવિકા ૬ ખિમાવિજય જિન કરૂણાસાગર, આપ તર્યા પર તારે; ધર્મ નાયક શિવમારગ દાયક, જન્મ જરા દુઃખ વારે રે. ભવિકા છે
For Private And Personal Use Only