SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુમતિ ઇમ સકલ દૂર કરી, ધારીએ ધર્મની રીત રે; હારીએ નવિ પ્રભુ બળ શકી, પામીએ જગતમાં જીતરે; સ્વામી સીમંધરા ! તું જ્યો ! સ્વા. ૧ ભાવ જાણો સકલ જંતુના, ભવ થકી દાસને રાખરે; બોલિયા બોલ જે તે ગણું, સફળ જ છે તુજ સાખરે. સ્વા. ૨ એક છે રાગ તુજ ઉપરે, તેહ મુજ શિવતરુ કંદરે; નવિ ગણું તુજ પરે અવરને, જે મિલે સુરનર વૃંદ રે. સ્વા૦ ૩ તુજ વિના મેં બહુ દુઃખ લહ્યા, તુજ મિત્રે તે કેમ હોય રે ? મેહ વિણ મોર માચે નહિ, મેહ દેખી માચે સોયરે.સ્વા. ૪ મન થકી મિલન મેં તુજ કીયો, ચરણ તુજ ભેટવા સાંઈ રે! કીજીએ જતન જિન એ વિના, અવર ન વાંછીએ કાંઈ રે. સ્વા. ૫ તુજ-વચન -રાગ-સુખ-આગળે, નવિ ગણું સુરનર શર્મ રે; કોડી જો કપટ કોઈ દાખવે, નવિ હજુ તોએ તુજ ધર્મ રે. સ્વા. ૬ તું મુજ હૃદયગિરિમાં વસે, સિંહ જે પરમ નિરીહ રે; કુમત માતંગના જુથથી, તો પ્રભુ! કિશી મુજ બીહ રે ? સ્વા. ૦ કોડી છે દાસ પ્રભુ ! તાહરે, માહરે દેવ તું એક રે; કીજીએ સાર સેવક તણી, એ તુજ ઉચિત વિવેક રે. સ્વા. ૮ ભક્તિભાવે ઇસ્યુ ભાખીએ, રાખીએ એહ મનમાંહી રે; દાસના ભવદુઃખ વારીએ, તારીએ સો ગ્રહી બાંહી રે. સ્વા. ૯ બાલ જિમ તાત આગળ કહે, વિનવું હું તિમ તુજ રે; ઉચિત જાણો તિમ આચરો, નવિ રહ્યું તુજ કિડ્યું ગુઝ રે. વા. ૧૦ મજ હો જે ચિત્ત શુભભાવથી, ભવોભવ તાહરી સેવ રે; ચાચીએ કોડી ચતને કરી, એહ તુજ આગળે દેવ ! રે સ્વા૦ ૧૧ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy