________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસન ભક્ત જે સુરવરા રે, વિનવું શિશ નમાય, શ્રી સીમંધરસ્વામીના, ચરણકમલ ભેટાલ રે. સીમંધર૦ ૦ ધન્ય મહાવિદેહના જીવને રે, સદા રહે પ્રભુ પાસ, હું નિર્માગી ભરતે રહો રે, શાં કીધાં મેં પાપ રે. સીમંધર૦ ૮ અરિહંત પદ સેવા થકી રે, દેવપાલાદિક સિદ્ધ, હું પણ માંગુ એટલું રે, સૌભાગ્ય પદ સમ સિદ્ધ રે. સીમંધર૦ ૯
આજ જિનરાજ ! મુજ કાજ સિધ્યાં સવે, વિનતિ માહરી ચિત્ત ધારી; માર્ગ જો મેં કહો તુજ કૃપારસ થકી, તો હુઇ સમ્મદા પ્રગટ સારી. ૧ વેગલો મત હુજે દેવ ! મુજ મન થકી, કમલના વન થકી જિમ પરાગો; ચમક પાષાણ જિમ લોહને ખેંચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. ૨ તું વસે જ પ્રભુ ! હર્ષભર હિચડલે, તો સકલ પાપના બંધ તૂટે; ઉગતે ગગન સૂર્યતણે મડલે, દહ દિશિ જિમ તિમિર પડલ ફૂટે. ૩ સીંચજે તું સદા વિપુલ કરુણારસે, મુજ મને શુદ્ધ મતિ કલ્પવેલી; નાણ દંસણ કુસુમ ચરણવર મંજરી, મુક્તિ ફલ આપશે તે અકેલી. ૪ લોકસંજ્ઞા શકી લોક બહુ વાઉલો, રાઉલો દાસ તે સવિ ઉવેખે; એક તુજ આણશું જેહ રાતા રહે, તેહને એહ નિજ મિત્ર દેખે. ૫ આણ જિનભાણ ! તુજ એક હું શિર ધરું, અવરની વાણી નવિ કાને સુણીએ; સર્વ દર્શન તણું મૂલ તુજ શાસને, તેણે તે એક સુવિવેક ગુણીએ. ૬ તુજ વચન રાગ સુખસાગરે હું ગણું, સકલ સુર મનુજ સુખ એક બિંદુ સાર કરજે સદા દેવ ! સેવક તણી તુ સુમતિ કમલિની વન દિબિંદુ. o
For Private And Personal Use Only