________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮ બિનજરૂ|
કીહાં મુજ દાહિણ ભરતક્ષેત્ર રહ્યું, કીહાં પુફખલવઈ રાજ, મનમાં અલજીરે મળવાનો અતિ ઘણો, ભવજલ તરણ જહાજ...૪ નિશદિન આલંબન મુજ તાહરૂં, તું મુજ હૃદય મોઝાર, ભવદુઃખભંજન તું હી નિરંજનો, કરૂણારસ ભંડાર..૫ મનવંછિત સુખસંપદ પૂરજો, ચૂરજો કર્મની રાશ, નિતનિત વંદન હું ભાવે કરું, એહી જ છે અરદાસ... તાત શ્રેયાંસ નરેસર જગતિલો, સત્યની રાણીનો જાત, સીમંધર જિન વિચરે મહીતલે, ત્રણ ભુવનમાં વિખ્યાત.૦ ભવોભવ સેવા રે, તુમ પદ કમળની, દેજે દીનદયાળ. બે કર જોડી ઉદયરતન વંદે, નેક નજરથી નિહાળ...૮
સુણો ચંદાજી ! સીમંધર પરમાતમ પાસે જાજે, મુજ વિનતડી, પ્રેમ ધરીને, એણી પેરે તુમે સંભળાવજો. જે ત્રણ ભુવનનો નાયક છે, જસ ચોસઠ ઇન્દ્ર પાચક છે;
નાણ દરિસણ જેહને લાયક છે. સુણો ૧ જેની કંચન વરણી કાયા છે, જસ ધોરી લંછન પાયા છે;
પુંડરિગિણી નગરીનો રાયા છે. સુણો ૨ બાર પર્ષદામાંહી બિરાજે છે, જસ ચોત્રીસ અતિશય છાજે છે;
ગુણ પાંત્રીશ વાણીએ ગાજે છે. સુણો૦ ૩ ભવિજનને જે પડિબોહે છે, તુમ અધિક શીતળગુણ સોહે છે;
રૂપ દેખી ભવિજન મોહે છે. સુણો૦ ૪ તુમ સેવા કરવા રસિયો છું, પણ ભારતમાં દૂરે વસિયો છું,
મહા મોહરાય કર ફસિયો છું. સુણો૫
-
-
-
-
For Private And Personal Use Only