________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંખેશ્વરમાંહિ તુંહી બીરાજે, મહિમા તારો ત્રિજગમાંહે ગાજે, આવ્યો દર્શનને કાજે, ધન્ય ઘડી ધન્ય આજે. રે તારા- ૨ પ્રતિમા સુંદર શોભે પુરાણી, દામોદર જિન વારે ભરાણી; કેવી સુંદર લાગે, નીરખતાં ભવદુઃખ ભાગે. રે તારા૦ ૩ મહા પુણ્યોદયે તું મળીયો, મારો ભવનો ફેરો ટળીયો, હવે છોડું ન તારું ધ્યાન, હે કરુણા નિધાન. રે તારા. ૪ કાલ અનાદિ નિગોદે હું વસીયો, પુગલના સંગે હું રમીયો, હવે કર તું ઉદ્ધાર, આતમના આધાર. રે તારા૦ ૫ વિપ્ન નિવારણ સંકટ ચૂરણ, મનવાંછિતના છો તમે પુરણ, બતલાવો મુક્તિ મિનાર, જાવું ભવને કિનાર. રે તારા ૬ ભવોભવ તુમ ચરણોની સેવા, મુજને આપો દેવાધિદેવા, તું છે સાચો મારો નાથ, શંખેશ્વર પારસનાથ. રે તારા૭ વામા ઉર સરોવર હંસ, અશ્વસેન કુલ અવતંસ, દૂરથી આવ્યો તારી પાસ, પૂરજો હર્ષની આશ. રે તારા. ૮
(રાગ-પહેલે ભવે એક ગામનો રે) (વંદો કેવળજ્ઞાન) જય જય શ્રીગણગણનિધાન રે શ્રી જગવલ્લભ પાસ; મૃગમદ પરે મહકે સદા રે, મહિમા સુજસ જસ વાસ. ૧ નિણંદરાય ! નિરખ્ય અતિસુખ થાય, જે વચનગુણે ન કહાય; જિગંદરાય ! નિરખ્ય અતિસુખ થાય....... નમિત અમિત શચીપતિ તણાં રે, મુકુટરનરૂચિ નીર; ઘતપદાંબુજ જેહનાં રે, ભાંજયા ભવજંજીર. નિણંદ૦ ૨
For Private And Personal Use Only